ગાંધીનગર રાંદેસણ પાસે થયેલા ગમખ્વાર અકસ્માત અંગે એક મોટો ખુલાસો થયો છે. આ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા હતા. હવે આ મામલે FSL ની તપાસમાં જાણવા મળ્યું છે કે, અકસ્માત સમયે કારની સ્પીડ 83 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ ખુલાસો અકસ્માત પહેલાના અંતિમ CCTV ફૂટેજના આધારે થયો છે. આટલી ઊંચી સ્પીડ સર્વિસ રોડ જેવા નાના અને ગીચ માર્ગ માટે અત્યંત ઘટક સાબિત થઇ. આ તપાસથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે, આ અકસ્માત પાછળ બેદરકારી અને અતિશય ગતિ જવાબદાર હતી.
સર્વિસ રોડ પર બેફામ સ્પીડ કાર ચલાવી













