ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાજેતરમાં એક કાર્યક્રમમાં અંગ્રેજોની ભારત પરની અસર વિષે આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, અંગ્રેજોએ ભારતની પ્રાચીન અને સમૃદ્ધ શિક્ષણ નીતિને સંપૂર્ણપણે બરબાદ કરી નાખી છે. રાજ્યપાલે એક અંગ્રેજ કમિટીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે કમિટીએ ભારતીય શિક્ષણ પર એક રિપોર્ટ આપ્યો હતો, જેમાં ગુરૂ-શિષ્ય પરંપરાની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, આ જ પરંપરાને તોડી નાખવાનું કામ અંગ્રેજોએ કર્યું. તેમણે ભારતીય શિક્ષણ પદ્ધતિને બદલે પોતાની નવી પશ્ચિમી શિક્ષણ પદ્ધતિનો અમલ કર્યો જેણે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનને નબળું પાડ્યું.


અંગ્રેજો મુઘલો કરતા પણ ખતરનાક : રાજ્યપાલ

આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું કે, અંગ્રેજો મુઘલો કરતાં પણ વધુ ખતરનાક હતા. તેમણે ભારતના મૂળભૂત જ્ઞાન અને વિજ્ઞાનને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ભારતના ગૌરવશાળી ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, "એક સમયે ભારતનું વિજ્ઞાન વિશ્વ કરતાં ઘણું આગળ હતું." પરંતુ અંગ્રેજોએ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનને બદનામ કરીને તેને નબળું પડી દીધું. રાજ્યપાલનું આ નિવેદન દર્શાવે છે કે, તેઓ ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણના પક્ષમાં મજબૂત રીતે ઉભા છે. તેમનો આ પ્રહા અંગ્રેજોના શાસનકાળના સાચા ઈતિહાસને સમજવા માટે એક મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે.

વિદેશી શિક્ષણ પ્રત્યેની માનસિકતા ગુલામીની નિશાની

રાજ્યપાલે આ નિવેદનમાં આધુનિક સમાજની માનસિકતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જે લોકો વિદેશમાં ભણવા જવામાં ગૌરવ અનુભવે છે તેમની માનસિકતા હજી પણ ગુલામીની છે. તેમનો આ સંદેશ ભારતીય યુવાનો અને વાલીઓ માટે છે, જેઓ વિદેશી શિક્ષણને સર્વશ્રેષ્ઠ માને છે. રાજ્યપાલે ભારતીય શિક્ષણ પદ્ધતિ, સંસ્કૃતિ અને જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમનો હેતુ એ છે કે, ભારતીય યુવાનો ભરના ગૌરવશાળી ઈતિહાસમ સંસ્કૃતિ અને શિક્ષણ પદ્ધતિને સમજે અને તેના પર ગર્વ અનુભવે.


  • Follow us on: