ગુજરાત ભાજપ માટે લાંબા સમયથી પ્રદેશ પ્રમુખને લઈ કોકડુ ગુંચવાયું છે, ત્યારે કોણ નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપને મળશે તેને લઈ સૌ કોઈની નજર છે, હાલમાં સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે, તેમણે પણ ઘણી વાર જાહેરમંચ પરથી કહ્યું છે કે, મને હવે પ્રદેશ પ્રમુખમાંથી મુકિત આપો ત્યારે ટૂંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે તે વાતે જોર પકડયું છે.


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરો હશે !

ભાજપ હાઈ કમાન્ડ આ વખતે પાટીદાર ચહેરાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો ચહેરો બનાવી શકે છે, સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ નેતાને આ વખતે પ્રદેશ પ્રમુખની જવાબદારી મળે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી રહી છે, ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ બને તેવા નેતાના નામની વાત કરીએ તો, જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, દેવુસિંહ ચૌહાણને સ્થાન મળી શકે છે.

ગુજરાત ભાજપને અત્યાર સુધીમાં 10 પ્રદેશ પ્રમુખ મળ્યા

ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભુપેન્દ્ર યાદવ કે જેમને રાષ્ટ્રીય ભાજપના મોવડી મંડળ દ્વારા સંગઠન પર્વ 2024-25ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિયુક્તિ માટે ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી હતી. અત્યાર સુધી પ્રદેશ ભાજપને 10 પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે. હવે 11માં પ્રદેશ પ્રમુખ જુલાઈ મહિનામાં મળશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે.

સૌથી વધારે સમય પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાનો રેકોર્ડ રાજેન્દ્રસિંહ રાણાના નામે

વિજય રૂપાણી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેઓ રાજકોટ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય હતા. વિજય રૂપાણી પૂર્વે સાતમા પ્રદેશ પ્રમુખ તરીકે આરસી ફળદુ તેઓ 6 વર્ષ જેટલા સમય સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. મૂળ જામનગરના આરસી ફળદુ કાલાવડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ જામનગર સાઉથના ધારાસભ્ય પ્રદેશ પ્રમુખની સમયગાળામાં રહ્યા હતા. આરસી ફળદુ પૂર્વે પુરુષોત્તમ રૂપાલા કે જેવો ત્રણ વર્ષ અને 98 દિવસ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખની જવાબદારી તેમના શીરે હતી. પુરુષોત્તમ રૂપાલા પૂર્વે રાજકોટથી આવતા વજુભાઈ વાળા એક વર્ષ અને 150 દિવસ સુધી પ્રદેશ પ્રમુખ કાર્યકાળ રહ્યો હતો. પ્રદેશ પ્રમુખ સમય વજુભાઈ વાળા રાજકોટ વેસ્ટ વિધાનસભામાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. ભાજપના સૌથી લાંબા સમય સુધી પ્રદેશ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાનો કાર્યકાળ રાજેન્દ્રસિંહ રાણાના નામે હતો. રાજેન્દ્રસિંહ રાણા 1998થી 2005 એમ કુલ 7 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.


  • Follow us on: