ગાંધીનગરમાં બેફામ કારની અડફેટે રાહદારીનું મોત થયું છે. સરગાસણ પાસે કારની અડફેટે યુવતીનું મોત થયાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે કારચાલકે યુવતીને અડફેટે લીધી હતી. રાત્રે ચાલવા નીકળેલી યુવતીને કારે ટક્કર મારી અકસ્માત સર્જનાર હર્ષ મોરેશ્વરને પોલીસે ઝડપ્યો છે. અકસ્માત સર્જનાર કાર પર પંજાબ પોલીસનું લખાણ છે. આરોપી અન્ય મિત્રની કાર લઈને નીકળ્યો હતો. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ગાંધીનગરમાં બેફામ કારની અડફેટે રાહદારીનું મોત 

ગાંધીનગર સરગાસન પાસે અકસ્માતની ઘટના બની છે. BMW કાર ચાલકે રાહદારી મહિલાને અડફેટે લીધી હતી. ગઈકાલે રાત્રે સરગાસણ ડી માર્ટની પાછળ અકસ્માતની ઘટના બની હતી. રાહદારીને કાર ચાલાકે લીઘો અડફેટે લીધી હતી. ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતમાં શાંતા નામની 29 વર્ષીય યુવતીનું મોત થયું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સરગાસન પાસે અકસ્માતની ઘટનામાં યુવતીનું મોત

શહેરમાં ફરી એક વાર રફતારનો કહેર જોવા મળ્યો છે. BMW કાર ચાલકે રાહદારી મહિલાને અડફેટે લીધી હતી. આ ઘટનામાં યુવતીનું મોત થયું છે. અગાઉ પણ શહેરમાં બેફામ કાર ચલાવીને અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનામાં પોલીસે આરોપી હર્ષ મોરિશ્વરને ઝડપી લીધો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: