મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જીવાદોરી સમાન ધરોઈ ડેમ ખાતે સરકાર દ્વારા એડવેન્ચર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ વિકાસ કાર્યના કારણે આસપાસના ગામોના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના આગેવાનોએ આ મુદ્દે પ્રવાસન મંત્રીને રજૂઆત કરી છે અને તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી છે.


વિકાસકાર્યના કારણે ગ્રામજનોને હાલાકી

ધરોઈ ડેમ પર બની રહેલા એડવેન્ચર પાર્કને કારણે ગામની પ્રાથમિક સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. ગામના આગેવાનોના જણાવ્યા મુજબ એડવેન્ચર પાર્ક બનાવવા માટે ગામનું સ્મશાન તોડી પાડવામાં આવ્યું છે, જેના કારણે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, ગામતળની જમીન પણ છીનવાઈ ગઈ હોવાથી ગામના લોકોને રહેણાંક માટે જગ્યાની અછત વર્તાઈ રહી છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કેમ જમીન ગુમાવનારા અસરગ્રસ્તોને વૈકલ્પિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તેમણે ગામતળની જમીન પાછી આપવાની અથવા તેના બદલામાં અન્ય યોગ્ય જમીન ફાળવવાની માંગ કરી છે.

સરકાર પાસે અપેક્ષા

આ ઉપરાંત જેમની જમીન સંપાદન થઇ છે તેવા પરિવારોના સભ્યોને સરકારી નોકરી આપવાની પણ માંગણી કરવામાં આવી છે. આ વિકાસકાર્યોનો લાભ ગ્રામજનોને પણ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ મુદ્દે ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે, સરકાર તેમની રજૂઆતને ગંભીરતાથી લેશે અને ઝડપથી યોગ્ય પગલાં ભરશે. વિકાસના નામે સ્થાનિક લોકોની સુવિધાઓ અને હકોનું હનન ન થવું જોઈએ. એડવેન્ચર પાર્ક જેવી પર્યટન સુવિધાઓ અને હકોનું હનન ન થવું જોઈએ. એડવેન્ચર પાર્ક જેવી પર્યટન સુવિધાઓનું નિર્માણ કરતી વખતે સ્થાનિક લોકોની જરૂરિયાતો અને સમસ્યાઓને ધ્યાનમાં રાખવી એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.

સ્મશાન અને રહેણાંક છીનવાયા, ધરોઈ ડેમના નામે ગ્રામજનો વિકાસની વેદીએ બલિ ચડ્યા...!


  • Follow us on: