ગાંધીનગરમાં ટેકાના ભાવે ખરીદી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1 નવેમ્બરથી ખેડૂતો ટેકાના ભાવે વિવિધ અનાજની ખરીદી કરી શકશે. ખાસ કરીને ખેડૂતો આગામી દિવસોમાં એપીએમસી માર્કેટમાં મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરી શકશે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધુ જથ્થો ખરીદવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે દ્વારા આ મામલે વધુ ભાર મૂકાયો હતો. કૃષિ મંત્રી દિલ્હીમાં રુબરુ જઇને રજૂઆત કરતા કહ્યું હતું કે મગફળીનો વધુ જથ્થો ખરીદવામાં આવે. જેના બાદ આગામી સમયમાં સંભવત બજારમાં વધુ મગફળીની ખરીદવામાં આવે તેવું અનુમાન છે.


ખેડૂતો ટેકાના ભાવે ખરીદી કરવા કર્યું રજીસ્ટ્રેશન

ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને અલગ અલગ એજન્સીને ખરીદી સોંપવામાં આવી છે. રાજ્યમાં મગફળીના વધુ વાવેતર ના કારણે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વધુ જથ્થો ખરીદવા રજૂઆત કરવામાં આવી છે. મગફળી માટે 9,32,398 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું. સોયાબીન માટે 72,910 જ્યારે અડદ માટે 6084 અને મગ માટે 1935 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું. 1 નવેમ્બર થી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થશે. ગુજરાત સરકાર દ્વારા ગોઠવવામાં આવેલ ખરીદી માટેની વ્યવસ્થા મુજબ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વાહનની કતાર જોવા મળી. નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ), ઈન્ડીએગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ગાંધીનગર અને ધી સાબરકાંઠા ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ કેસ્ટર ઓઈલ સીડ ગ્રોઅર્સ યુનિયન લિમીટેડ યુનીયનને નિમણૂંક કરવામાં આવી.

રાજ્યમાં  24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં અત્યારે ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં શિયાળામાં ચોમાસા જેવો વરસાદ ખાબકતા ખેડૂતોનો પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો. રાજ્યના તમામ ઝોનમાં વરસાદ ખાબક્યો છે. ક્યાંક ઓછો તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડોદરાના કરજણમાં માવઠું થયું છે. કરજણના વેમારડી, ધાવટ, કંડારી અને બામણગામમાં વરસાદ ખાબક્યો હતો. અરબી સમુદ્રમાં ‘ડીપ ડિપ્રેશન' સક્રિય હોવાથી ઉત્તર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોધાયો છે, તો આગામી સમયમાં પણ હજી વરસાદ ખાબકી શકે છે.


  • Follow us on: