દિવાળીના તહેવારમાં રાજ્યમાં બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં કોમનમેનની જેમ પોતાના પૌત્ર સાથે માર્કેટમાં ગયા હતાં અને દિવાળીની ખરીદી કરી હતી. દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરી હતી. તેમણે ફેરિયાઓ સાથે વાતચીત કરીને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.


ભૂપેન્દ્રભાઈએ ફરી એકવાર પોતાની સાદગીથી સાબિત કરી

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને 'વોકલ ફોર લોકલ' નો પ્રચાર કર્યો હતો.તેમણે ફેરિયાઓ સાથે વાતચીત કરીને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીની સાદગીથી સ્થાનિકો પ્રભાવિત થયા હતા. આમ CM એટલે "કોમન મેન" એ ઉક્તિને ભૂપેન્દ્રભાઈએ ફરી એકવાર પોતાની સાદગીથી સાબિત કરી છે.

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે

મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે,આ તહેવારોમાં સૌ નાગરિકો સ્થાનિક વેપારીઓ, કારીગરો અને ઉદ્યોગકારો પાસેથી ખરીદી કરવા સંકલ્પબદ્ધ થઈને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’થી “Vocal for Local” દ્વારા “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડે.ગુજરાતે ભારતના ગ્રોથ એન્જિન તરીકે આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે તે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. રાજ્યની સંસ્કૃતિ અને વિકાસ સમગ્ર દેશ માટે આવનારા વર્ષોમાં વધુ પ્રેરણારૂપ બને તેવી મંગળકામનાઓ તેમણે વ્યક્ત કરી છે.


  • Follow us on: