રૂટ નં. ૧
દિવસ-૧ (તા. ૦૭/૧૧/૨૦૨૫)
રથયાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી પ્રસ્થાન કરી સંજાણ, ભીલાડ, વાપી, પારડી, નાનાપોંઢા અને ધરમપૂર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ ધવલભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઇ પટેલ અને રમણભાઈ પાટકર સહભાગી થશે.
દિવસ-૨ (તા. ૦૮/૧૧/૨૦૨૫)
રથયાત્રા વલસાડના ધરમપુરથી પ્રસ્થાન કરી નવસારીના ખેરગામ, રૂમલા, રાનકુવા, સુરતના અનાવલ, ઉનાઇના ભીનાર અને નવસારીના વાંસદા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ ધવલભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે મોહનભાઇ ઢોડિયા અને અરવિંદભાઇ પટેલ સહભાગી થશે.
દિવસ-૩ (તા. ૦૯/૧૧/૨૦૨૫)
રથયાત્રા નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરી ડાંગના વઘઇ, ઝાવડા, તાપીના ડોલવણ, જેસીંગપુરા અને વ્યારા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ પરભુભાઈ વસાવા, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે મોહનભાઇ ઢોડિયા, મોહનભાઇ કોંકણી અને વિજયભાઇ પટેલ સહભાગી થશે.
દિવસ-૪ (તા. ૧૦/૧૧/૨૦૨૫)
રથયાત્રા તાપીના વ્યારાથી પ્રસ્થાન કરી સોનગઢ, ભંડભુજા, ઉચ્છલ, નારણપુર, રૂમકીતળાવ, વેલદા ટાંકી અને નિઝર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ પરભુભાઈ વસાવા, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, અધ્યક્ષ તાપી સુરજભાઈ વસાવા, જિ.પં. પ્રમુખ જાલમસિંહ વસાવા સહભાગી થશે.
દિવસ-૫ (તા. ૧૧/૧૧/૨૦૨૫)
રથયાત્રા તાપીના કુંકરમુંડાથી પ્રસ્થાન કરી નર્મદાના જાવલી, સાગબારા, ચીકદા, સુરતના ઉમરપાડા, માલધાફાટા, સઠવાવ અને માંડવી આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ મનસુખભાઇ વસાવા, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી, સાંસદ પરભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વે શ્રી દર્શનાબેન દેશમુખ અને કુંવરજીભાઈ હળપતિ સહભાગી થશે.
દિવસ-૬ (તા. ૧૨/૧૧/૨૦૨૫)
રથયાત્રા સુરતના માંડવીથી પ્રસ્થાન કરી અરેઠ, તડકેશ્વર, નાની નરોલી, માગરોળની મોસાલી, વાંકલ, ઝંખવાવ, વાડી, વાલીયાની ડેઇલી, વાલીયા, તલોદદ્રા અને ઝઘડીયા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ મનસુખભાઇ વસાવા, મંત્રી ઇશ્વરભાઇ પટેલ, સાંસદ પરભુભાઈ વસાવા, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે ગણપતસિંહ વસાવા, કુંવરજીભાઈ હળપતિ અને રિતેશભાઈ વસાવા સહભાગી થશે.
દિવસ-૭ (તા. ૧૩/૧૧/૨૦૨૫)
રથયાત્રા ભરૂચના નેત્રંગથી પ્રસ્થાન કરી નર્મદાના મોવી, રાજપીપળા અને એકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહૂતિ થશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ મનસુખભાઇ વસાવા, મંત્રી ઇશ્વરભાઇ પટેલ, સાંસદ પરભુભાઈ વસાવા, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે ગણપતસિંહ વસાવા, કુંવરજીભાઈ હળપતિ અને રિતેશભાઈ વસાવા સહભાગી થશે.
રૂટ નં. ૨
દિવસ-૧ (તા. ૦૭/૧૧/૨૦૨૫)
રથયાત્રા બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી પ્રસ્થાન કરી પોસીના, ખેરોજ, ખેડબ્રહ્મા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી.બરંડા, મંત્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.
દિવસ-૨ (તા. ૦૮/૧૧/૨૦૨૫)
રથયાત્રા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી પ્રસ્થાન કરી નાકા, અંદ્રોખા, વિજયનગર, પાલ, ચિઠોડા, અરવલ્લીના ભીલોડા અને શામળાજી આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી.બરંડા, મંત્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.
દિવસ-૩ (તા. ૦૯/૧૧/૨૦૨૫)
રથયાત્રા સાબરકાંઠાના શામળાજીથી પ્રસ્થાન કરીને અરવલ્લીના મેઘરજ, માલપુર, બાબલીયા, ડીંડવાસ, કડાણા અને સંત્રામપુર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી શ્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ સર્વે જશવંતસિંહ ભાભોર અને રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.
દિવસ-૪ (તા. ૧૦/૧૧/૨૦૨૫)
રથયાત્રા સંત્રામપુરાથી પ્રસ્થાન કરીને સુખસર, ઝાલોદ, દાહોદના કોબોંઇ ધામ, દાહોદ, ગરબાડા, ધાનપુર, લીમખેડા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સર્વે મહેશભાઇ ભૂરિયા અને કનૈયાલાલ કિશોરી તેમજ પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.
દિવસ-૫ (તા. ૧૧/૧૧/૨૦૨૫)
રથયાત્રા દાહોદ જિલ્લાના લીમખેડાથી પ્રસ્થાન કરીને બાડીબાર, મોરા, મોરવાહડપ, સંત્રોળ, ભંમૈયાપૂર્વ, સિમેલ્યા, ઘોઘંબા, પાવાગઢ આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી.બરંડા, મંત્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ સર્વે જશવંતસિંહ ભાભોર અને જશુભાઇ રાઠવા, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી અને ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહભાગી થશે.
દિવસ-૬ (તા. ૧૨/૧૧/૨૦૨૫)
રથયાત્રા પંચમહાલ જિલ્લાના પાવાગઢથી પ્રસ્થાન કરીને નારૂકોટ, પંચમહાલના જાંબુઘોડા, બોડેલી, જેતપુર પાવી, તેજગઢ, છોટાઉદેપુર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી.બરંડા, મંત્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ સર્વે જશવંતસિંહ ભાભોર અને જશુભાઇ રાઠવા, પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી અને ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહભાગી થશે.
દિવસ-૭ (તા. ૧૩/૧૧/૨૦૨૫)
રથયાત્રા ક્વાંટથી પ્રસ્થાન કરીને નસવાડી, એકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહુતિ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી પી.સી.બરંડા, મંત્રી રમેશભાઇ કટારા, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ સર્વે મનસુખભાઇ વસાવા, જસવંતસિંહ ભાભોર, જશુભાઇ રાઠવા, ધવલભાઇ પટેલ, પરભુભાઇ વસાવા, રમિલાબેન બારા,પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી કુંવરજીભાઇ હળપતિ, દંડક વિજયભાઇ પટેલ, તમામ ધારાસભ્યો, જિલ્લા સંગઠનના અધ્યક્ષ, પ્રદેશ હોદેદારો, જિલ્લા પંચાયતના અધ્યક્ષો, અને તાલુકા પંચાયતના અધ્યક્ષો સહભાગી થશે.