ગાંધીનગરમાં ચકચાર મચાવનારા હિટ એન્ડ રન કેસના આરોપી હિતેશ પટેલના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનનો કેસના આરોપીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે બેદરકારીપૂર્વક કાર ચલાવતો વીડિયો સામે આવ્યો છે. કારમાં પગેથી સ્ટેરીંગ ઓપરેટ કરતો હોય તે વાયરલ વીડિયો સામે આવ્યો છે. આરોપી હિતેશ પટેલના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કરવામાં આવેલો છે.


હિટ એન્ડ રન આરોપી હિતેશ પટેલના બેદરકાર ડ્રાઇવિંગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ગાંધીનગર હિટ એન્ડ રન કેસના આરોપીના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે તેમાં તે બેદરકારી પૂર્વક ગાડી ચલાવતો હોય તેવો વીડિઓ સામે આવ્યો છે. થાર ગાડીના સનરૂફ પર બેસી પગેથી સ્ટેરીંગ ઓપરેટ કરીને કાર ચલાવી રહ્યો હોય તેવો વીડિયોમાં જોવા મળે છે. આથી પોલીસે આરોપી હિતેશ પટેલના ઇન્સ્ટાગ્રામ પેજ પર વીડિયો અપલોડ થયેલો જોવા મળ્યો છે. આરોપીના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલ આ વીડિયો પરથી લાગી રહ્યું છે કે આ હિતેશ પટેલને કોઈનો ડર નથી.

હિતેશ પટેલના ખતરનાક સ્ટંટ સામે આવ્યા

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા હિટ એન્ડ રન કેસના આરોપી હિતેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને હિતેશ પટેલના 5 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે અકસ્માત થયો તે વિસ્તારના CCTV ફૂટેજ પણ કબજે કર્યા હતા. આ કેસમાં હિતેશ પટેલ પર "રફતારના રાક્ષસ" તરીકે બેફામ ડ્રાઈવિંગ કરીને એક વ્યક્તિનો ભોગ લેવાનો આરોપ છે. આ હિટ એન્ડ રન કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કેટલાક મહત્વના પુરાવાઓ પણ એકત્ર કર્યા છે. આ પ્રકારના હિટ એન્ડ રન કેસ સમાજમાં ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે પોલીસની અ સક્રિયતા આવકાર્ય છે. આશા રાખીએ કે, પોલીસ આ કેસની સઘન તપાસ કરીને ગુનેગારને સખત સજા અપાવશે, જેથી ભવિષ્યમાં આવા બેફામ ડ્રાઈવિંગ કરનારાઓને દાખલો બેસે.


  • Follow us on: