વડાપ્રધાન મોદીએ દેશમાં પીવાના પાણીની તકલીફ ના રહે તે માટે નલ સે જલ યોજના શરૂ કરાવી છે. આ યોજનાનો ગુજરાતમાં પણ મોટા પાયે અમલ થયો છે. તે છતાંય રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફો થઈ રહી છે. સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની અસર આજે મળેલી કેબિનેટની બેઠકમાં જોવા મળી હતી. આ બેઠકમાં પીવાના પાણીનો મુદ્દો ઉઠ્યો હતો.


ક્યાં કારણોસર પાણી નથી મળતું તેનો સર્વે કરવા સૂચના

ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ પીવાના પાણીને લઈને આદેશ કર્યો હતો. રાજ્યમાં પીવાના પાણી અંગે સરવે કરવા સૂચના આપી હતી. કયા કારણોસર પીવાનું પાણી નથી મળતુ તે અંગે સરવે કરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના નાગરિકોને દરેક ઋતુમાં પીવાનું પાણી મળવું જોઈએ. લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરો. દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો. ખૂટતા સંપ અને મોટરના રિપોર્ટ બનાવવા મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ કર્યો હતો.

સંદેશ ન્યૂઝના અહેવાલની કેબિનેટ બેઠકમાં ગુંજ

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાર દિવસે પીવાનું પાણી મળે છે. પાણીના ટેન્કરો દ્વારા લોકોને પાણી મળે છે. આ ઉપરાંત દૂષિત પાણીની પણ અનેક ફરિયાદો અધિકારીઓને કરવામાં આવી છે. તે છતાંય લોકોની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. જેનો સંદેશ ન્યૂઝ દ્વારા આજના એજન્ડામાં ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલની આજે કેબિનેટની બેઠકમાં અસર જોવા મળી હતી.


  • Follow us on: