ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવેથી 24 કલાક પાણી આપવામાં આવશે. જે રાજ્યનું પ્રથમ 24 કલાક પાણી આપતુ શહેર બનશે. ગાંધીનગરમાં સેક્ટર 14થી 29માં આગામી મંગળવારથી 24 કલાક પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના સેક્ટરમાં ટૂંક સમયમાં 24 કલાક પાણી આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.


ગાંધીનગરમાં લોકોને 24 કલાક પાણી આપવામાં આવશે

ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે કહ્યું હતું કે, ગાંધીનગરમાં લોકોને 24 કલાક પાણી આપવામાં આવશે. રાજ્યમાં આ શહેર 24 કલાક પાણી આપતું પ્રથમ શહેર બનશે.આગામી મંગળવારથી સેક્ટર 14 થી 29માં 24 કલાક પાણી અપાશે. જ્યારે બાકીના સેક્ટરમાં ટૂંક સમયમાં 24 કલાક પાણી આપવાની કામગીરી કરવામાં આવશે. કોઈપણ જગ્યાએ લીકેજ હશે તેની નાગરિકો મહાનગર પાલિકાને જાણકારી આપી શકશે.

મીટરના આધારે બિલ આપી વસુલાત કરવામાં આવશે

મેયર મીરાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે. જેનું મીટરના આધારે બિલ પણ વસૂલ કરવામાં આવશે. ઘરે ઘેર મીટરની કામગીરી કરવામાં આવી છે. મીટરના આધારે લોકોને પાણીનું બિલ આપવામાં આવશે. શહેરમાં જે પણ જગ્યાએ લીકેજ હોય તેની માહિતી શહેરના નાગરિકો મહાનગર પાલિકાને કરી શકશે. હાલના ધોરણે શહેરમાં સેક્ટર 14 થી 29માં 24 કલાક પાણી અપાશે. બાકીના સેક્ટરમાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે.

  • Follow us on: