કેન્દ્રીય ગૃહમંત્રી અમતિશાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે પ્રથમ દિવસે ગૃહમંત્રી અમિતશાહ આણંદના સહકાર વિભાગના કાર્યકમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરવામાં આવશે. દરમિયાન ગૃહમંત્રીએ વરસાદી સિઝનમાં વિસ્તારોની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિવિધ વિસ્તારોમાં નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો. જો કે ગાંધીનગર મેયર દ્વારા આ સમીક્ષા બેઠક હોવાનો દાવો કરવામાં આવ્યો.
CMએ બોલાવી સમીક્ષા બેઠક













