રાજ્ય સ્વાગત નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે તેમના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું વધુ એક ઉદાહરણ સપ્ટેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યું છે.
સિનિયર સિટિઝન્સ સમાજનું ગૌરવ છે
આ કાર્યક્રમ દરમિયાન 94 વર્ષના એક વૃદ્ધાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને મળવાપાત્ર ભરણપોષણની રકમ અંગે અરજી રજૂ કરી હતી.તેમની રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીએ તાત્કાલિક સંબંધિત જિલ્લા કલેક્ટરને આ વૃદ્ધાને વિના વિલંબે ભરણપોષણની રકમ મળે તેવો આદેશ કર્યો હતો. દરેક નાગરિકના પ્રશ્નો પ્રત્યે સરકાર સંવેદનશીલ છે.એમાંય સિનિયર સિટિઝન્સ સમાજનું ગૌરવ છે અને તેમના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓએ જનસામાન્યની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળવા તેમજ વંચિત,પીડિત અને વૃદ્ધ નાગરિકોની અરજીઓને પ્રાથમિકતા સાથે નિરાકરણ કરવા માટે તાકીદ કરી હતી.













