ગુજરાતમાં નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ થઈ શકે છે. કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં પણ એક લૉ પ્રેશર સક્રિય થયું છે. આ લૉ પ્રેશર આગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.


આજે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, હજી પણ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ 30 થી 35 પ્રતિકલાકની રહેશે.

કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ છે. અમદાવાદ સહિત વલ્લભ વિદ્યાનગર, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ છે. પરંતુ રાજ્યમાં હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ થઈ શકે છે. કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં પણ એક લૉ પ્રેશર સક્રિય થયું છે. આ લૉ પ્રેશર આગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે.

ગુજરાતમાં 111.18 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં આજની તારીખ સુધીમાં 111.18 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 136.07, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.74 અને દક્ષિણ ગુજરાતમાં 117 ટકા વરસાદ ખાબક્યો છે.


  • Follow us on: