આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વરસાદ વિદાય લઈ શકે છે.


જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, હજી પણ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ 30 થી 35 પ્રતિકલાકની રહેશે.

રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિ.મી પ્રતિ કલાક રહેશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, રાજ્યમાં ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ સહિત અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિ.મી પ્રતિ કલાક રહેશે. 28 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં 111.16 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં આજની તારીખ સુધીમાં 111.16 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96 ટકા વરસાદ ખાબક્યો છે.ગઈકાલે પ્રથમ નોરતે અમરેલી, ધોરાજી, ભાવનગરના મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.

  • Follow us on: