ગુજરાતમાં ફરીવાર નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ચીફ ઓફિસરોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં સાત નગર પાલિકાના ચીફ ઓફિસરોની બદલીના ઓર્ડર પાસ થયા છે. તાત્કાલિક અસરથી હુકમનો અમલ કરવા આદેશ કરાયો છે.
સાત નગર પાલિકાના ચીફ ઓફિસરોની બદલી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા સાત નગર પાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે. આ સાત નગર પાલિકાઓમાં ખેડબ્રહ્મા, મહુવા, હારીજ, માણાવદર, શિહોર, કાલોલ અને ડભોઈનો સમાવેશ થાય છે. આ સાતેય નગર પાલિકાના ચીફ ઓફિસરોને રાજ્યપાલના હુકમથી કરવામાં આવેલી બદલીનો તાત્કાલિક અમલ કરવો પડશે.













