હાલમાં વાહન ટ્રાન્સફર કરવાની ઉંમર મર્યાદા 15 વર્ષની છે.જો વાહન ની ઉંમર મર્યાદા વર્ષ પૂરા થાય છે તો તેને રીન્યુ કરવાના હોય છે.રીન્યુ કરવા માટે હાલમાં ટુ વ્હીલરની રૂપિયા 1000 અને ફોર વ્હીલર ની રૂપિયા 5000 ફી છે.આ વેલિડીટી વધે છે તે બીજા 5 વર્ષ માટે વધે છે એટલે કે કુલ 20 વર્ષ માટે થાય છે.20 વર્ષ બાદ ફરીથી એ જ વાહનને રીન્યુ કરવામાં આવે તો ટુ વ્હીલરની ફી રૂપિયા 2 હજાર અને ફોર વ્હીલર ની ફી રૂપિયા 10 હજાર એટલે કે બમણી થઈ જશે.


આ ક્રાઈટેરિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

ગુજરાતમાં હાલ આ નોટિફિકેશન લાગુ થઈ ગયું છે.20 વર્ષ કરતાં વધારે સમયના વાહન માટે બમણી ફી અને નિશ્ચિત મર્યાદાની અંદર વાહન આવતું હોય તો તે વાહન ચાલક પાસેથી જુની ફી વસુલવામાં આવશે. વાહનના ફિટનેસ ક્રાઈટેરિયાની વેલિડિટી પ્રથમ 15 વર્ષ અને રીન્યુ માટે બીજા 5 વર્ષ એટલે કે કુલ 20 વર્ષની રાખવામાં આવી છે. આ ક્રાઈટેરિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ વાહન માલિકો પાસેથી જુની ફી વસુલવામાં આવશે

ગુજરાતમાં આ નોટિફિકેશન લાગુ થઈ ગયું છે. જે વાહનની ઉંમર 20 વર્ષ થઈ ગઈ છે તો તેની પાસેથી બમણી ફી અને જો વાહનનું આયુષ્ય 15 વર્ષ છે તો તેની પાસેથી જુની ફી વસુલવામાં આવશે. ફીટનેસ ક્રાઈટેરિયા માં ગુજરાત સરકારે કોઈ નવો નિયમ લાગુ કર્યો નથી.

  • Follow us on: