રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી શિયાળાએ પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું છે. ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના 21 શહેરોમાં પારો 20 ડિગ્રીથી નીચે સરક્યો છે, જ્યારે કેટલીક જગ્યાએ કડકડતી ઠંડીનો અનુભવ થયો છે.


સૌથી વધુ ઠંડી નલિયામાં

રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ, જ્યાં તાપમાન માત્ર 10.5°C સુધી પહોંચી ગયું. આ સિઝનની સૌથી ઠંડી રાત તરીકે તેની નોંધ લેવાઈ છે.

મુખ્ય શહેરોમાં નોંધાયેલ તાપમાન

અમદાવાદ: 13.5°C

ગાંધીનગર: 12°C

વડોદરા: 12.6°C

ડીસા: 13.4°C

સુરત: 19.4°C

દમણ: 18.6°C

ભુજ: 14.3°C

કંડલા: 11.7°C

અમરેલી: 11.4°C

રાજકોટ: 12.1°C

દીવ: 16.2°C

મહુવા: 14.5°C

કેશોદ: 13.5°C

પોરબંદર: 12.1°C

સુરેન્દ્રનગર: 15°C

આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત્

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રભાવ યથાવત્ રહેશે. ખાસ કરીને ઉત્તર અને કચ્છ વિસ્તારોમાં તાપમાન વધુ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • Follow us on: