રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ થયા બાદ તેમને સરકારી કાર્યક્રમોમાંથી બાદ રાખવામાં આવ્યા છે.સ્વાતંત્ર્ય પર્વ પર રાજ્યમંત્રી બચુ ખાબડને પડતા મુકાયા છે.તેમનું મંત્રાલય પણ હાલમાં સુમસામ વ્યાપી રહ્યું છે.રાજ્યભરના વિવિધ જિલ્લાના કાર્યક્રમોમાંથી તેમની બાદબાકી કરવામાં આવી છે.તેઓ સતત 18મી કેબિનેટમાં ગેરહાજર જોવા મળ્યા હતાં. આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં પણ બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતાં.


મંત્રી બચુ ખાબડ વિધાનસભા ગૃહમાં ગેરહાજર

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્રમાં રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડની ખુરશી ખાલી જોવા મળી હતી. સરકારી કાર્યક્રમો બાદ વિધાનસભા ગૃહમાંથી પણ બચુ ખાબડની બાદબાકી કરવામાં આવી છે. દાહોદમાં મનરેગા કૌભાંડમાં તેમના બંને પુત્રોની સંડોવણી બહાર આવતા સરકારી અને જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી જોવા મળી છે. તેઓ સતત 18મી કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતાં. તેઓ છેલ્લે એપ્રિલ મહિનામાં કેબિનેટમાં હાજર રહ્યા હતાં. તેઓ 30 એપ્રિલથી ત્રીજી સપ્ટેમ્બર સુધીની કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યાં છે.ગૃહ શરૂ થતાં જ કોંગ્રેસે બચુ ખાબડ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો.

મનરેગા કૌભાંડને કારણે રાજ્ય સરકારની છબી ખરડાઈ

આજથી શરૂ થયેલા વિધાનસભા સત્રમાં મંત્રી બચુ ખાબડના મંત્રાલયના જવાબો કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પરથી સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, ભ્રષ્ટાચારી મંત્રી હોય કે અધિકારી કોઈપણને સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે.મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભા સત્રમાં પણ મંત્રીને દૂર રખાશે રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડને કારણે રાજ્ય સરકારની છબી ખરડાઈ રહી છે.

  • Follow us on: