ગુજરાતમાં ચોમાસાની સિઝન અડધી પતવા આવી છે ત્યારે ખેડૂતોએ શરૂઆતમાં સારો વરસાદ થવાથી વાવેતર કર્યું છે. બીજી તરફ વરસાદ અચાનક ખેંચાઈ ગયો અને ખાતરની અછત ઉભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. રાજ્યમાં ખાતરની કાળા બજારી અને હેરાફેરીના અનેક બનાવો સામે આવ્યા હતાં. ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હોવાના બનાવો પણ સામે આવ્યા હતાં. ત્યારે ખાતર માટે તરસતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતરનો મુદ્દો ચર્ચાયો હતો.
કેબિનેટની બેઠકમાં ખાતરની અછતના મુદ્દે ચર્ચા













