સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થયેલા વિકાસ કાર્યોના વિધાનસભામા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ તબક્કા (વર્ષ 2009થી 2012) માટે રૂ.7 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.તેવી જ રીતે બીજા તબક્કા (વર્ષ 2012 થી 2017) માટે રૂ.15 હજાર કરોડ અને વર્ષ 2017-18 થી વર્ષ 2023-24 સુધી કુલ રૂ.35700 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.


જૂન-2015માં અમૃત મિશન શરૂ કર્યું હતું

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009 થી 2024 સુધીમાં રૂ.57700 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.મંત્રીએ વધુમાં ઉમેર્યું કે,રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન મોદીની આગેવાનીમાં વર્ષ 2009માં 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અમલમાં મુકવામાં આવી હતી. વડાપ્રધાનએ સમગ્ર દેશમાં ૧ લાખથી વધુ વસ્તીવાળા 500 શહેરો પસંદ કરી જૂન-2015માં અમૃત મિશન શરૂ કર્યું હતું જેમાં ગુજરાતના 31 શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકા

મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,આ યોજના અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકામાં પાણી પુરવઠા યોજનાના કુલ 03 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 01 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે, તેમજ 02 પ્રોજેક્ટમાં કામગીરી પ્રગતિમાં છે, જે વર્ષ 2026માં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કામગીરી પાછળ કુલ રૂ. 70.89 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન-9 અને 10માં પાણી પુરવઠા યોજનાના રૂ.22.17 કરોડના કામોમાંથી રૂ.21.09 કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ઝોન-૩માં પાણી પુરવઠા યોજનાના રૂ.21.72 કરોડના તેમજ ઝોન-7માં રૂ.13.27 કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.


  • Follow us on: