આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆતમા પ્રશ્નોત્તરી કાળમાં સરકારે સવાલોના જવાબો આપ્યા હતાં. ગૃહમાં સરકારી જમીન પર થયેલા દબાણના આંકડા રજૂ કરવામાં આવ્યા હતાં. રાજ્યમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણોના આંકડા રજૂ કરવામાં આવ્યા હતાં. પાટણ જિલ્લામાં 18,823 હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં 87723 હેક્ટર જમીન પર દબાણ હોવાનું સરકારે ગૃહમાં સ્વીકાર્યું હતું.
સરકારી જમીન પર દબાણના ગૃહમાં રજૂ થયા આંકડા
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. જેમાં સરકારે કહ્યું હતું કે, પાટણ જિલ્લામાં 18,823 હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં 87723 હેક્ટર જમીન પર દબાણ છે. પાટણ જિલ્લાના 21 ઈસમો સામે દબાણને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના 127 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.













