ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને શાળા સંચાલક મંડળ મેદાને પડ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની ભરતીનો વિવાદ છેડાયો છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલનું નિવેદન સામે આવ્યું છે. પ્રમુખ ભાસ્કરનું કહેવું છે કે આચાર્ય તેમજ શિક્ષકોના પદની જગ્યાઓ ખાલી પડે છે. આ ખાલી જગ્યાઓ પર ઓગસ્ટ મહિના સુધીમાં ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે.


અનિયમિતતાના કારણે જગ્યાઓ ખાલી

વધુમાં પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે અમે શિક્ષકોની સ્પેશ્યલ ભરતી કરવાને લઈને સરકારને પત્ર લખ્યો છે. ગુજરાતમાં 2011 પછી કેન્દ્રીય ભરતી સમિતિ દ્વારા રાજ્યની ગ્રાન્ડેટ અને સરકારી શાળાઓમાં શિક્ષકોને ભરતી થઈ રહી છે. શૈક્ષણિક સ્ટાફની ભરતી સરકાર દ્વારા કરવામાં આવે છે. અને 14 વર્ષની અંદર અનિયમિતતાના કારણે અમારે ત્યાં કાયમી ખાલી જગ્યા પડી હતી. જેમાં પ્રિન્સીપાલ અને માધ્યમિકના શિક્ષક અને ઉચ્ચતર શિક્ષકના જેવા પદો પર ભરતી માટે 1281 ઉમેદવારોએ સરકાર અને ગ્રાન્ડેટ એમ બંનેમાં અરજી કરી હતી. જેના કારણે સરકારમાં આ જગ્યાઓ ખાલી પડી રહી.

રાજ્યમાં શિક્ષકો અને આચર્યોની અછત

રાજ્યમાં આચાર્યો, ઉચ્ચતર શિક્ષકો, માધ્યમિક શિક્ષકોની ખૂબ અછત છે. સિનિયર શિક્ષકો કરતા પણ આચાર્યોને પગાર ઓછો મળતો હોવાથી કોઈ પ્રિન્સીપાલ બનવા તૈયાર નથી. ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં માત્ર 450 જગ્યા પર આચાર્યની ભરતી થઈ છે. જ્યારે 850 જેટલા આચાર્યોની જગ્યા હજુ ખાલી પડી છે. તેમજ 1500 જેટલા ઉચ્ચતર શિક્ષકો અને 2021 જેટલા માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ તમામ ખાલી જગ્યાઓ પર બીજો સ્પેશ્યલ રાઉન્ડ કરીને ઓગસ્ટ મહિના સુધી ભારતી કરવા આવે તેવી અમે માગ કરી છે.

કાયમી ભરતી કરવા સરકારને રજૂઆત

આ બાબતે અમે શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે કાયમી શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવે, કારણ કે આ પદો પર ભરતી ના થતા અન્ય શિક્ષકો પર તેનો બોજ વધ્યો છે.ઉલ્લેખનીય છે કે હાલમાં સરકારે ધોરણ 1 થી 12માં શિક્ષકોની ઘટને લઈને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. તેના બાદ શિક્ષકોની ભરતીનો મામલો વધુ ગરમાયો છે. શિક્ષક મંડળના ઉગ્ર વિરોધ બાદ સરકારે નિવૃત્ત વિદ્યાસહાયકોની ભરતીનો નિર્ણય રદ કર્યો. 

  • Follow us on: