ગુજરાતમાં વરસાદને કારણે રોડ અને રસ્તાની ખરાબ હાલત થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. તંત્ર દ્વારા બનાવવામાં આવેલા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રીએ રોડ અને રસ્તા મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અત્યારે તૂટેલા રોડ બતાવવામાં આવે છે. રોડ બન્યા બાદ તૂટે એ ના ચાલે.
એક વાર રોડ બને અને બાદમાં તૂટે તે ના ચાલે
રાજ્યમાં એવી અનેક ઘટનાઓ સામે આવે છે. જેમાં રોડ બનાવ્યા બાદ ફરીવાર તેને તોડી નાંખવામાં આવે છે અને આ તૂટેલા રોડનું રીપેરિંગ પણ અધૂરૂ છોડી દેવાય છે. જેના કારણે લોકોને મોટી હાલાકી વેઠવાનો વારો આવે છે. જનતાના રૂપિયાનો સરેઆમ બગાડ કરતા તંત્રની હરકતથી મુખ્યમંત્રીએ મોટુ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અત્યારે તૂટેલા રોડ બતાવવામાં આવે છે. એક વાર રોડ બને અને બાદમાં તૂટે તે ના ચાલે.
મીડિયા જે બતાવે છે એને નેગેટિવ રીતે જોવાની જરૂર નથી
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પહેલા રોડ ઓછા હતા અત્યારે છેક વાડી સુધી લોકો રહે છે ત્યાં રોડ બન્યાં છે. રોડ સારા રાખવાની જવાબદારી આપણી છે. લોકોને એ સુવિધાઓની આદત પડી ગઈ છે. મીડિયા જે બતાવે છે એને નેગેટિવ રીતે જોવાની જરૂર નથી. મુખ્યમંત્રીએ આજે સંસદમાં થયેલી ઓપરેશન સિંદૂર પરની ચર્ચા મુદ્દે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર બદલ જવાનોને અભિનંદન આપું છું. યુધ્ધ આપણે જોઈએ છીએ એમાં કોઈનું પણ મોત થાય ત્યારે આપણને દુઃખ થાય છે. ભારતે આતંકવાદીઓના સફાયા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી આતંકી અડ્ડા જ સાફ થાય અને આતંકીઓ જ સાફ થાય એવું આયોજન કર્યું છે.