રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ માટે તૈયારીઓ કરવામાં આવે છે. જૂન મહિનામાં શાળાનું પ્રથમ સત્ર શરુ કરવામાં આવે છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ તહેવારની જેમ ઉજવવામાં આવે છે. શાળા પ્રવેશોત્સવ માટે બાળકોનો સર્વે હાથ ધરવામાં આવે છે. પ્રથમ ધોરણમાં પ્રેવશ કરવાથી લઇને શાળાથી અલગ થયેલા બાળકોને ફરી શાળામાં લાવવા માટે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન મંત્રીઓ, અધિકારીઓ અને અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહે છે.
સંભવિત ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની યાદી તૈયાર
શાળા પ્રવેશોત્સવમાં પ્રથમવાર AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવમાં સંભવિત ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે અવલોકન કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ તૈયાર કરી છે. સંભવિત ડ્રોપ આઉટવાળા વિદ્યાર્થીઓની યાદીના આધારે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓની યાદીના આધારે કાર્યવાહી
શાળા પ્રવેશોત્સવ માટે પ્રથમ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવે છે. તંત્ર જિલ્લાના તમામ અધિકારીઓને આ મામલે સૂચના આપે છે. અને પ્રવેશ માટે બાળકોનો સર્વે હાથ ધરવામાં આવે છે. જે બાળકો અમુક પરિસ્થિતિમાં શાળાથી દુર થઇન જાય છે. અથવા શિક્ષણથી વંચિત રહે છે. તેઓને શાળા પ્રવેશોત્સવ દરમિયાન ફરી દાખલ કરવામાં આવે છે. અને શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત મધ્યાહન ભોજનનો પણ લાભ મળે છે.