અમદાવાદના રખિયાલ વિસ્તારમાં યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ પંડાલમાં ગણેશજીને ડોક્ટરના રૂપમાં દર્શાવીને ગાયનું ઓપરેશન કરતા બતાવવામાં આવ્યા છે. આ પ્રસ્તુતિ દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
દેશમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાનું અભિયાન
આ અંગે વાત કરતા યુવા મિત્ર મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ 2022 થી સમગ્ર દેશમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.આ થીમ અંતર્ગત એ દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્ટ્રો, ડીશ, કપ અને અન્ય પ્લાસ્ટિકના પેકેટ્સ જેમાં ખાણીપીણીની વસ્તુઓ હોય છે તે ગાય અને અન્ય પશુઓ આરોગી લે છે. આ પ્લાસ્ટિક તેમના પેટમાં જમા થતા ધીમે ધીમે પશુનું મૃત્યુ પણ થઈ શકે છે.













