વિઘ્નહર્તા ગણેશજીને ધામધૂમથી લોકો આવકારી રહ્યા છે. અમદાવાદમાં ગણપતિ મહોત્સવને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીજીની ભક્તિ સાથે ઓપરેશન સિંદૂર, લોકર ફોર વોકર સહિતના સંદેશની થીમ પર શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદુરની થીમ હેઠળ અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે.


ગણેશ ઉત્સવની ઠેરઠેર ઉજવણી 

રાણીપના ડિવાઈન યુનિટી ગ્રુપ દ્વારા વિનાયક વંદના 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદુર અને સ્વદેશી ભારત એટલે કે ભારતમાં જ બનતી વસ્તુઓના ઉપયોગ કરવા અંગે લોક જાગૃતિ આવે તે હેતુથી થીમ હેઠળ ગણેશ સ્થાપન કરવામાં આવ્યુ છે. ગણેશ સ્થાપન થીમ મુજબ થતા તમામ દર્શનાર્થીઓ લોકલ ફોર વોકલ અને દેશના જવાનોના પરાક્રમ વિશે જાણે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

ઓપરેશન સિંદુરની થીમ હેઠળ ગણેશ સ્થાપન 

શહેરમાં અલગ અલગ પંડાલોમા થીમ બેઝ બાપાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. રાણીપના ડિવાઈન યુનિટી ગ્રુપ દ્વારા વિનાયક વંદના 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદુર અને સ્વદેશી ભારત એટલે કે ભારતમાં જ બનતી વસ્તુઓના ઉપયોગ કરવા અંગે લોક જાગૃતિ આવે તે હેતુથી થીમ હેઠળ ગણેશ સ્થાપન કરવામાં આવ્યુ છે.


  • Follow us on: