ગીરસોમનાથમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દરિયામાં કરંટ આવતા ઉનાના સૈયાદ રાજપરામાં મકાન ધરાશાયી થતા સ્થાનિકોએ મદદની રજૂઆત કરી. રાજપરા ખાતે રહેતા લોકોનું કહેવું છે કે અગાઉ તાઉતે વાવઝોડાના કારણે તેમના ગામમાં મોટું નુકસાન થયું હતું. ગામમાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી અને તેની અસર આજે પણ જોવા મળે છે.  


દરિયાના કરંટે ગામમાં મચાવી તબાહી

સૈયદ રાજપરા ગામે દરિયાકિનારે રહેતા મકાનોમાં દરિયાના પાણી ફરી વળતા તબાહીના દ્રશ્યો સર્જાયા. દરિયામાં કરંટ આવતા ઉંચા મોજા ઉછળવા લાગ્યા. અને અચાનક દરીયાઇ સપાટી નું પાણી વધી જતાં દરિયો તોફાની બનતા તેના પાણી કિનારા પરના ઘરોમાં ઘુસી જતા મકાન ધરાશાયી થયું. ઘરવખરી દરિયાના પાણીમાં તણાઈ જવાના કારણે મકાનમાલિકોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડી. દરિયામાં કરંટના લીધે એક નહી દરિયાકાંઠાના બેથી વધુ મકાનો ધરાશાયી થતાં તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે. 

દરિયાકિનારા નજીક પ્રોટેકશન વોલ બનાવવાની માગ

રાજપરા ગામના સરપંચે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે મકાન ધરાશાયી થતા પરિવાર ઘરવિહોણા થયા છે. એટલે જ અમે દરિયાકિનારા પાસે પ્રોટેકશન વોલ બનાવવામાં આવે તેવી માગ કરી છે. જેથી કરીને દરિયાના પાણી ગામમાં ના ઘૂસે. આ માટે સરકાર પાસેથી અઢી કરોડ રૂપિયાની મંજૂરી પણ મેળવવામાં આવી છે. છતાં કોઈ પ્રકારની કામગીરી થઈ નથી. ગામના લોકોનું કહેવુ છે કે થોડા સમય પહેલા આવેલ તાઉતે વાવાઝોડાના કારણે ભારે તબાહી થઈ હતી. ગામમાં વાવાઝોડાએ વિનાશ વેરતા મકાન ધરાશાયી થતા ઘરવખરીને નુકસાન થયું હતું. વહેલી તકે દરિયાના મોજા ને રોકવાની વ્યવસ્થા કરવામાં નહિ આવે અનેક મકાનોને નુકશાન થવાની સંભાવના.

  • Follow us on: