ગીર ગઢડામાં સિંહનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું છે. મહોબતપરા ગામની રાવલ નદીના બેઠા પુલ પાસેથી સિંહનો મૃતદેહ મળ્યો છે. આ ઘટનાની જાણ થતા જસાધાર વન વિભાગની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી આવી હતી. વન વિભાગે સિંહના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરી છે. સિંહના ગળામાં ટ્રુકોલરનો પટ્ટો પણ જોવા મળ્યો છે. વન વિભાગે કયા કારણે સિંહનું મોત થયું તે દિશામાં તપાસ હાથ ધરી છે.


રાવલ નદીના બેઠા પુલ પાસેથી સિંહનો મૃતદેહ મળ્યો

વનવિભાગ દ્વારા સિંહનું ક્યા અને ક્યા કારણે મોત થયું તેની તપાસ કરવામાં આવી રહી છે. રાવલ નદીમાં હાલ પાણીનો પ્રવાહ નહિવત જેવો હોય જેથી સિંહનું ડૂબી જવાથી મોત થયું હોવાની શક્યતા હોય તેવું જણાતું નથી. કોઈ વ્યક્તિ દ્વારા આ સિંહને લાવી નદીમાં ફેંકી ગયા હોવાનું હાલ લોકમુખે ચર્ચા થઈ રહી છે. વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સિંહના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરી 

વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સિંહનું મોત થયાનું સાચું કારણ પીએમ બાદ ખ્યાલ આવી શકશે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. ધારી વન વિભાગના ACF અને ઘટના સ્થળે પહોંચ્યા છે. હાલ વનિભાગ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી નિવેદનો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આસપાસના ગામમાં તપાસ કરી રહી છે.


  • Follow us on: