ગીર સોમનાથમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ત્રણના મોત થયા છે અને કાટમાળમાં માતા-પુત્રી દટાતા તેમનુંના ઘટનાસ્થળે જ મોત થયું છે, મોડી રાત્રે 1.30 વાગ્યા આસપાસ બની ઘટના અને બાઇકચાલક મકાન નીચે બેઠો હતો તે સમયે દટાયો હતો, બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. કાટમાળમાંથી ત્રણ જેટલા મૃતદેહ બહાર કઢાયા છે.


રેસ્ક્યુ ટીમ દ્વારા બે લોકોને બચાવી લેવાયા

વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં બની ગમખ્વાર દુર્ઘટના જેમાં 3 લોકોના મોત થયા છે, ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ દૂર કર્યો છે, કાટમાળ નીચેથી 2 મૃતદેહ કાઢયા છે અને અને હજી એક મૃતદેહની શોધખોળ ચાલુ છે, સ્થાનિકોનું કહેવું છે કે, મકાન જૂનુ અને જર્જરિત હોવાથી આ ઘટના બની છે, પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

રેસ્કયુની કામગીરી વહેલી સવાર સુધી ચાલી છે

આ રેસ્કયુની કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી અને સ્થાનિકો પણ મદદમાં જોડાયા હતા, વરસાદની સિઝન હોવાથી જૂના મકાનો ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, ખારવા સમાજમાં દુખની લાગણી જોવા મળી છે. આ ઘટનામાં 3માંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, નગરપાલિકા પણ આવી ઘટના બને પછી જાગે છે પણ જયારે મકાન જર્જરિત છે અને તેની જાણ છે તેમ છત્તા નગરપાલિકા કેમ નોટિસ આપીને મકાન ખાલી કરાવતી નથી તે સવાલ સૌના મનમાં છે. 

  • Follow us on: