સોમનાથ કોરીડોરને લઇ લોકોમાં રોષ ભભૂક્યો હતો. તંત્ર તથા પોલીસ ધમકાવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો. કોરીડોર બનાવવાના નામે લોકોની આસ્થા સાથે ચેડા કરવામાં થઈ રહ્યા છે તેવો આક્ષેપ મૂક્યો હતો. કોરીડોર બનાવવા માટે લોકોના મકાનો ખાલી કરવાની નોટિસ આપતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે બાબત અંગે સમસ્ત ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.


પ્રાંત અધિકારીને ગ્રામજનોનું આવેદનપત્ર

સોમનાથ કોરીડોર મામલે લોકોના ઘરોને ખાલી કરમાં આવતાં રોષ ભભૂક્યો હતો. સમસ્ત ગામવાસીઓએ રોષભેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કોરીડોર બનાવવા માટે તંત્ર અને પોલીસ દ્વારા ફોર્મ ભરી વિગતો આપવા ધમકાવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતો. કોરીડોર બનાવીને સોમનાથની આસ્થા સાથે સરકાર ખીલવાડ કરી રહી હોવાનો આવેદનપમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. પાંચ પાંચ પેઢીઓથી લોકો જે મકાનમાં રહે છે તે મકાનોને ખાલી કરી દેવાની વાત કરી રહ્યા છે. જે અંગ કોઈપણ જાતની નોટીસો આપ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી લોકોમાં રોષે ભરાયા હતા.

મકાનો ખાલી કરવાના આદેશ પર લોકોમાં રોષ ભભૂક્યો

આ કારીડોર બાબતે લોકોએ રોષભેર પોકારી ઉઠાવી સુત્રોચ્ચાર લગાવ્યા હતા કે, અમારે કોરીડોર નથી જોઈતો, જીવ આપી દઇશું પરંતુ કોરીડોર માટે જમીન નહીં આપીએ, તેવો લોકોએ હુંકાર ભર્યો હતો. સૂત્રોચ્ચાર કરી લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે લોકોની વાત તંત્ર દ્વારા સાંભળવામાં આવે છે કે પછી પોતાના હક માટે હજુ લડવું પડશે!


  • Follow us on: