ગીર સોમનાથના પ્રભાસ પાટણ ગામમાં સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. આ વિવાદના વિરોધમાં ગામના તમામ વેપારીઓએ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. આંદોલનકારીઓએ આવતીકાલે આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવી હતી. સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ માટે તંત્ર દ્વારા 384 અસરગ્રસ્તોની મિલકતો સંપાદિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈને પણ સત્તાવાર નોટિસ આપવામાં આવી નહોતી.
બે દિવસથી અસરગ્રસ્તો અને તંત્ર વચ્ચે શાબ્દિક ઘર્ષણ













