ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે તાજેરારમાં એક અનોખો અને રોમાંચક નજરો જોવા મળ્યો હતો. ગામની ભાગોળે એક સાથે 8 જેટલા સિંહોનું ટોળું રસ્તો ક્રોસ કરતુ જોવા મળતા સ્થાનિક લોકો અને વાહનચાલકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં સિંહોનું અસ્તિત્વ સામાન્ય છે, પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં સિંહોનું ગામની નજીક આવવું એ એક દુલર્ભ ઘટના છે.


ગીર ગઢડામાં સિંહોની વધતી અવરજવર

તમને જણાવી દઈએ કે, વાહનચાલકો અને મુસાફરોએ જ્યારે આ જોયું તો તેઓ પોતાના મોબાઈલમાં દ્રશ્યો કેદ કરવા માટે ઉત્સાહપૂર્વક ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, ગીર જંગલના રજાઓ હવે માત્ર જંગલ પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ માનવ વસાહતોની નજીક પણ નિયમિતપણે વિચરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઉના અને ગીર ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી છે. આસપાસના ગામડાઓમાં ખાસ કરીને રાત્રિના સમયે સિંહોના આંટાફેરા જોવા મળે છે.

સિંહો ઘણી વાર પશુઓનું મારણ કરે છે ત્યારે...

મહત્વનું છે કે, અનેક વાર સિંહો ગામડાઓમાં આવી જતા ગ્રામજનો માટે મુશ્કેલી ઉભી કરે છે. ઘણીવાર સિંહો પાલતું પશુઓનો શિકાર કરતા હોય છે, જેનાથી પશુપાલકોને આર્થિક નુકસાન થાય છે. જોકે, સ્થાનિક લોકો સિંહોના અસ્તિત્વને સન્માન આપે છે અને તેમની સાથે સહજીવન જીવવાનો પ્રયાસ કરે છે. વન વિભાગ પર આ પરિસ્થિતિ પર સતત નજર રાખતું રહે છે અને લોકોને સિંહોથી સુરક્ષિત રાખવા માટે જાગૃતિ કાર્યક્રમો ચલાવતા રહે છે.



  • Follow us on: