સમગ્ર ગુજરાતમાં મેધરાજા મેહેરબાન છે ત્યારે મેધરાજા ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકાને ભુલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકામાં માત્ર 12થી 15 ઈંચ વરસાદ નોંધાયો હોય છે, ત્યારે ઉના, દીવ અને ગીરગઢડાને પિયત પાણી પુરૂ પાડતો રાવલ ડેમ 50 ટકા ભરાયો છે. ગીરના જંગલમાં આવેલા ઉના તથા ગીરગઢડાના ખેડુતો અને લોકોની જીવાદોરી ગણાતો મછુન્દ્રી ડેમ 92 ટકા ભરાયો છે.


રાવલ ડેમ 50% તો મછુન્દ્રી 92% ભરાયો

અષાઢ મહિનામાં ખેડુતોએ હોંસે હોંસે વાવણી પણ કરી છે જેમાં ડુંગળી, મગફળી, જુવાર, બાજરો, કંપાસ, શેરડી અને કેળા જેવા અનેક પાકોની વાવણી થઈ છે, જો એક તો ઓછો વરસાદ છે અને હજુ પણ વરસાદ ખેચાઈ જાય તો સમ્પૂર્ણ પાક નિષ્ફળ જઈ શકે છે. બીજી તરફ માલધારીઓની સ્થિતિ પણ કફોડી બની છે. ઓછાં વરસાદના કારણે માલઢોરનું નીરણ પણ થતું નથી અને કુવાના પાણીના તળ પણ નીચે ગયા છે. માલધારીઓ અને ખેડુતો માંગ કરી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે.

સલગ બગસરા પંથકમાં ઓછા વરસાદથી ખેડૂતો પરેશાન

બગસરા પંથકમાં ચોમાસાની શરૂવાતથી જ વરસાદની ખેંચ જોવા મળી છે માત્ર 252 મિમી વરસાદ આજ સુધી પડ્યો છે. બગસરા પંથકમાં કુલ જમીન 30053 હેકટરમાં તમામ પાકનું વાવેતર થયું છે. જેમાં મુખ્ય પાક મગફળી 12676 હેકટરમાં વાવેતર થયું છે, કપાસ 9707 હેકટરમાં વાવેતર થયું છે, સોયાબીન 6844 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, ડુંગળી 102 હેકટરમાં અને બાકીના રોકડીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. બગસરા પંથકમાં વરસાદની ખેંચ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષ ચોમાસામાં મુંજયાસર ડેમમાં માત્ર 16 ફૂટ કરતા પણ ઓછું પાણી છે અને આડેમમાં વરસાદ ઓછો થતા પાણી આવ્યું નથી. આ ડેમ 2 કેનાલ વડે 9 ગામને સિંચાઇ માટે પાણી પૂરું પડે છે. તેમાં પણ પાણીનો સ્ટોક નથી અને ખેડૂતોને મુસીબતનો સામનો કરવાનો સમય આવ્યો છે. 

  • Follow us on: