કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં એક દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી જતાં ભારે હડકંપ મચી ગયો છે. કુંભારવાડા વીસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતા, દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


કુંભારવાડાના રહેણાંક મકાનમાં દીપડો ઘુસ્યો

તમને જણાવી દઈએ કે, ડોળાસા ગામના કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક મહાનમાં અચાનક એક દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાને જોઇને ઘટના સભ્યો અને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા દીપડાને જોવા માટે એકઠા થઇ ગયા હતા જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન

સ્થાનિકો દ્વારા જાણ થયા બાદ તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દીપડો મકાનમાં છૂપાયેલો હોવાથી તેણે બહાર કાઢવા અને તેણે બહાર કાઢવા માટે પકડવા માટે વિશેષ સાઘનોનો ઉપયોગ કરવામાં આવી રહો છે. આ વિસ્તારમાં અવારનવાર દીપડાના આંટાફેરા જોવા મળે છે પરંતુ રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જવાની આ ઘટનાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. વન વિભાગની ટીમ દીપડાને સુરક્ષિત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી દેવા માટે પ્રયાસ કરી રહી છે.


  • Follow us on: