ગુજરાત દર 5 વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે. જેમાં 2025માં થયેલી 16મી સિંહોની વસ્તી ગણતરી થઇ હતી. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકોઓમાં 891 સિંહોનો વસવાટ છે. આજે આ સિંહ જંગલમાંથી શહેરોમાં ફરતા થઈ ગયા છે. જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ગામડાઓમાં સિંહોની લટાર જોવા મળતી હોય છે. જંગલમાંથી બહાર આવેલા સિંહો ઘણી વખત માનવ શિકાર કરતા હોય છે. ત્યારે ગીર ગઢડાના એક ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળુ લટાર મારતુ હોવાનો વીડિયો સામે આવ્યો છે. સિંહોની આ લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટારનો એક વીડિયો સામે આવ્યો













