રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સાતમ-આઠમના તહેવારની મજા બગડી હતી અને ખાસ કરીને મેળાના સંચાલકો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આજે સાતમનો પવિત્ર દિવસ હોવાથી ગોંડલ શહેર અને આસપાસના તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે આવ્યા હતા.
શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી













