ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જયારે મધ્ય ગુજરાત એવા અમદાવાદમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારો એલર્ટ કરાયા છે. આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવન સાથે ગાજવીજ વરસાદના જોરના પગલે પોર્ટ પર એલસી 3 નબરનું સિગ્નલ લગાવી દેવાયું.


રાજ્યમાં કમોસમી વરસાદનું જોર

રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે.દાસે કમોસમી વરસાદની આગાહીને લઈને માહિતી આપી. રાજ્યમાં ગઈકાલથી અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદનું જોર જોવા મળ્યું. કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લા તથા ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીમાં ભારે વરસાદથી નદીમાં ઘોડા પૂર આવ્યા અને ડેમના પાણીના સ્તરમાં વધારો થયો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. અમરેલીમાં એક મહિલાને ડીલીવરી માટે જેસીબી મશીનમાં બેસાડી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. ત્યારબાદ સુરક્ષિત રીતે હોસ્પિટલ લઈ જવામાં આવી.

હવામાન વિભાગની  5 દિવસ વરસાદની આગાહી 

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના હવામાન પર અસર થઈ. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનતા રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબકયો છે, ભાવનગરના મહુવામાં 7.68 ઇંચ વરસાદ, સિહોરમાં 5 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ વરસાદ, જાફરાબાદમાં 3.74 ઇંચ, ઉનામાં 3.66 ઇંચ, ઉમરપાડામાં 3.66 ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ, રાજુલામાં 3 ઇંચ, પાલીતાણામાં 3 ઇંચ, ડેડિયાપાડામાં 2.91 ઇંચ, ભાવનગરમાં 2.83 ઇંચ, જેસરમાં 2.64 ઇંચ, સાગબારામાં 2.44 ઇંચ, કોડિનારમાં 2.44 ઇંચ, ગારીયાધારમાં 2.32 ઇંચ, જલાલપોરમાં 2.17 ઇંચ, ઉમરાળામાં 2.13 ઇંચ વરસાદ ખાબકયો હોવાના સમાચાર છે. 

  • Follow us on: