
Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Oct 26, 2025 11:52 pm
સુરતમાં લગ્નની વિદાયમાં વરસાદનું વિઘ્ન
સુરતમાં લગ્નની વિદાયમાં વરસાદનું વિઘ્ન, ઓલપાડના કીમ ગામમાં વરસાદનું વિધ્ન, દીકરીની વિદાયના સમયે ધોધમાર વરસાદ, ઘરના સભ્યોએ મોટી ચાદર પકડી વિદાય કરી, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ.
Oct 26, 2025 10:45 pm
નવસારીમાં હોટલના બાથરૂમમાંથી યુવકનો મૃતદેહ મળ્યો.
નવસારી ગાંધી ફાટક પાસે આવેલી 'હેપ્પી સ્ટે' હોટલના બાથરૂમમાંથી એક યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો.
Oct 26, 2025 10:36 pm
Oct 26, 2025 09:52 pm
શિનોરમાં મોડી રાતે વરસાદ
વડોદરાના શિનોરમાં મોડી રાતે વરસાદ, અવાખલ, અચીસરા ગામે કમોસમી વરસાદ, સેગવા અને આસપાસના ગામમાં માવઠું, રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા.
Oct 26, 2025 08:50 pm
મહુવામાં કમોસમી વરસાદ
ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદ, મહુવામાં હોસ્પિટલ માર્ગો પર ભરાયા પાણી, ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો, મહુવાના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી.
Oct 26, 2025 08:24 pm
નર્મદામાં ભેખડ ધસતા 3 સ્થાનિક દટાયા
નર્મદામાં ભેખડ ધસતા 3 સ્થાનિક દટાયા, નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન ઘટના, સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ, પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે પહોચ્યું.
Oct 26, 2025 08:18 pm
કરજણમાં કમોસમી વરસાદ
વડોદરાના કરજણમાં કમોસમી વરસાદ, વેમારડી,ધાવટ,કંડારી,બામણગામમાં વરસાદ, કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી , કપાસના પાકને નુકસાનની ભીતિ સેવતા ખેડૂતો.
Oct 26, 2025 08:10 pm
ભાવનગરના અક્ષરપાર્ક સોસાયટીમાં મારામારી
ભાવનગરના અક્ષરપાર્ક સોસાયટીમાં સર્જાયેલી મારામારીનો વીડિયો થયો વાયરલ, ગઈકાલ સાંજે શહેર ના કુંભારવાડા અક્ષરપાર્ક પાસે સર્જાઈ હતી મારામારી, પ્રેમ સંબંધ ની દાઝ માં બે જૂથ વચ્ચે સર્જાઈ હતી મારામારી, મારામારી ના લાઈવ વિડીયો સોશિયલ મીડિયા માં થયા વાયરલ, બોરતળાવ પોલીસ મથક માં બંને સામસામા પક્ષે નોંધાઇ પોલીસ ફરીયાદ, પોલીસ એ બંને પક્ષ ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.
Oct 26, 2025 07:24 pm
માવઠાએ મુહૂર્ત સાથે ખેડૂતોની દશા પણ બગાડી
નવસારી જિલ્લાના ચીકુની દેશ વિદેશમાં ભારે માંગ છે. જિલ્લાના ગણદેવી તાલુકામાં ચીકુનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. સિઝનનો પહેલો પાક લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરી દેશના જુદા જુદા રાજ્યોમાં એક્સપોર્ટ કરવા માટે રવાના કરવામાં આવે છે. જિલ્લામાં થયેલા માવઠાએ મુહૂર્ત સાથે ખેડૂતોની દશા પણ બગાડી છે.
Oct 26, 2025 07:23 pm
જગદીશ વિશ્વકર્મા રાંદેસણની મુલાકાતે
ભાજપ પ્રદેશ જગદીશ વિશ્વકર્મા રાંદેસણની મુલાકાતે, SMVS સ્વામિનારાયણ ધામમાં દર્શન કર્યા, જ્ઞાન સત્રમાં હાજરી આપી સંતોના આશીર્વાદ લીધા.
Oct 26, 2025 06:51 pm
સુરતમાં કમોસમી વરસાદના કારણે ટ્રાફિકજામ
સુરતમાં કમોસમી વરસાદના કારણે ટ્રાફિકજામ, મજુરા ગેટ થી અઠવાગેટ રોડ પર ટ્રાફિકજામ, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં, પાણી ભરાતા વાહનોની લાંબી લાઇન લાગી.
Oct 26, 2025 06:36 pm
કેરલ - પ.બંગાળમાં SIRની તારીખ જાહેર થઇ શકે છે
આવતીકાલે ચૂંટણીપંચની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ, SIRના મુદ્દે મહત્વની જાહેરાત થઇ શકે છે, કેરલ - પ.બંગાળમાં SIRની તારીખ થઇ શકે છે જાહેર, આગામી વર્ષે બંને રાજ્યોમાં યોજાનાર છે ચૂંટણી.કેરલ - પ.બંગાળમાં SIRની તારીખ જાહેર થઇ શકે છે
આવતીકાલે ચૂંટણીપંચની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ, SIRના મુદ્દે મહત્વની જાહેરાત થઇ શકે છે, કેરલ - પ.બંગાળમાં SIRની તારીખ થઇ શકે છે જાહેર, આગામી વર્ષે બંને રાજ્યોમાં યોજાનાર છે ચૂંટણી.
Oct 26, 2025 06:31 pm
તાપી જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ
તાપી જિલ્લામાં કમોસમી વરસાદ, પવન સાથે કમોસમી વરસાદ, વ્યારા,વાલોડ,ડોલવણમાં વરસાદ, બાજીપુરા સહિતના વિસ્તારમાં વરસાદ.
Oct 26, 2025 06:24 pm
ઓલપાડમાં બીજા દિવસે કમોસમી વરસાદ
સુરત જિલ્લામાં કમોસમી વરસાદ, ઓલપાડમાં બીજા દિવસે કમોસમી વરસાદ, વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાના વાદળો, ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી, ડાંગરના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ.
Oct 26, 2025 06:23 pm
પાલનપુરમાં ખુલ્લી તલવાર હોબાળો કરનારનું સરઘસ
બનાસકાંઠામાં ખુલ્લી તલવારે હોબાળો કરનારનું સરઘસ, પાલનપુરમાં ખુલ્લી તલવાર સાથે મચાવ્યો હતો આતંક, પોલીસ આરોપીઓને પકડીને વિસ્તારમાં સરઘસ કાઢ્યું, વીડિયો વાયરલ થતા પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા.
Oct 26, 2025 05:57 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Ahmedabad: ધોલેરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, કાર બેરિકેડ સાથે અથડાતા 3નાં ઘટનાસ્થળે જ મોત
2.Virat Kohli-Rohit Sharma : હવે ક્યારે મેદાન પર જોવા મળશે ROKOની જોડી? નોટ કરી લો તારીખ
3.Entertainment News: સલમાન ખાને સતીશ શાહને યાદ કર્યા, એક જૂની તસવીર શેર કરી અને લખ્યું....
5.Ranji Trophyમાં અર્જુન તેંડુલકરનું શાનદાર પ્રદર્શન, ત્રણ વિકેટ ઝડપી
8.Kutchના ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ઊભેલા ટ્રેલર પાછળ કાર ધડાકાભેર અથડાતા યુવકનું મોત
10.Banaskanthaના ઓગડ તાલુકાના ઉણ ગામે યુવકની હત્યા, મંદિરના ઓટલા પરથી મળી આવ્યો મૃતદેહ
Oct 26, 2025 05:50 pm
ધોળકામાં અકસ્માતમાં 3 ના મોત
અમદાવાદના ધોળકામાં અકસ્માતમાં 3 ના મોત, વેજલકા ગામ પાસે બેરિકેડ સાથે કાર અથડાઇ, એક પુરુષ બે મહિલાનું ઘટના સ્થળે જ મોત, બે લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા.
Oct 26, 2025 05:37 pm
પ્રતાપ દુધાતે CMને લખ્યો પત્ર
કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે CMને લખ્યો પત્ર, ખેડૂતોના દેવા માફ કરવા કરી રજૂઆત, 2024માં જાહેર સહાય હજુ નથી મળી : દુધાત, મનમોહન સિંઘે ખેડૂતોના દેવા માફ કર્યા હતા : દુધાત, ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે : દુધાત.
Oct 26, 2025 05:27 pm
ખંભાળીયામાં કમોસમી વરસાદ
દ્વારકા ખંભાળીયામાં કમોસમી વરસાદ, કલ્યાણપુર,પટેલકા,બાકોડીમાં વરસાદ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા.
Oct 26, 2025 05:27 pm
સાવરકુંડલામાં પાણીની લાઇનમાં ભંગાણ
સાવરકુંડલામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારી, પાણીની લાઇનમાં ભંગાણ છતા સમારકામ નહી, પાણીનો વેડફાટ છતા તંત્રના આંખ આડા કાન, સીમરણ ગામે પમ્પિંગ સ્ટેશનની લાઇનમાં ભંગાણ.
Oct 26, 2025 05:26 pm
કલ્યાણપુર પંથકમાં ખનીજ ચોરી ઝડપાઇ
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ખનીજ ચોરી ઝડપાઇ, LCB એ દરોડા પાડી બોકસાઇટ ચોરી ઝડપી, 58 ટન બોકસાઇટ અને 2 ડમ્પર જપ્ત કરાયા, ગેરકાયદે બોકસાઈટનું પરિવહન કરનાર સામે કાર્યવાહી.
Oct 26, 2025 05:00 pm
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, સતત બીજા દિવસે પણ જિલ્લામાં વરસાદ, વરસાદથી પાક નુકસાનીની ખેડૂતોમાં ચિંતા.
Oct 26, 2025 04:57 pm
નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાનો માર, જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાનો માર યથાવત, નવસારી જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદ. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં પણ વરસાદ.
Oct 26, 2025 04:42 pm
દક્ષિણ ગુજરાતમાં માવઠાનો કહેર
દક્ષિણ ગુજરાતમાં માવઠાના કહેરના કારણે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. હવામાન ખાતાની આગાહી પછી પણ ખેડૂતો ડાંગરનો પાક સુરક્ષિત મંડળી સુધી નહીં પોહચાડવાના કારણે ડાંગરનો પાક કમોસમી વરસાદના કારણે પલળી જતા ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા હતા. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાના કારણે ડાંગર પકવતા ખેડૂતો એ રાતાપાણી રોવાનો વારો આવ્યો છે જુઓ અમારો વિશેષ અહેવાલ આ માવઠું નથી ખેડૂતના આંસુ છે.
Oct 26, 2025 04:16 pm
ઓગડ તાલુકાના ઉણ ગામે યુવકની હત્યા
ઓગડ તાલુકાના ઉણ ગામે યુવકની હત્યા, તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરાઇ, મંદિરના ઓટલા પરથી યુવકનો મૃતદેહ મળ્યો, સહદેવસિંહ વાઘેલા નામના યુવકની હત્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
Oct 26, 2025 04:11 pm
વાવ-થરાદના દિયોદરમાં ઠાકોર સમાજનું સ્નેહમિલન
વાવ-થરાદના દિયોદરમાં ઠાકોર સમાજનું સ્નેહમિલન, ઠાકોર સમાજની રાજકીય એકતા દર્શાવવાનો પ્રયાસ, સ્નેહમિલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર હાજર, પ્રદેશના ઠાકોર સમાજના આગેવાનો રહ્યાં હાજર, વ્યસનોથી દૂર રહેવા સાંસદ ગેનીબેન ઠાકોરની અપીલ, દારૂ બંધ કરો વકીલ, પોલીસના ધંધા બંધ થઇ જાયઃ ગેનીબેન.
Oct 26, 2025 04:05 pm
ત્રીજી વખત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની નિયુક્તિ
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે લાભ પાંચમના પવિત્ર દિવસે બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક મળી જે બેઠકમાં નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી.
Oct 26, 2025 03:56 pm
જામ ખંભાળિયામાં મધમાખીનો આતંક
રામનગરમાં લોકો પર ઝેરી મધમાખીનો હુમલો, ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પરીવારને ડંખ માર્યા, 2 મહિલા સહિત 4 લોકોનો સારવાર માટે ખસેડાયા.
Oct 26, 2025 03:51 pm
બસચાલકની બેદરકારીથી મુસાફરનો પગ કચડાયો
ઇડર ડેપોમાં બસ રિવર્સ લેતી વખતે બની ઘટના, મુસાફરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો, બેફામ રીતે બસ હંકારતા ચાલકો સામે લોકોમાં રોષ.
Oct 26, 2025 03:40 pm
મોઢેરા સૂર્યમંદિર નિહાળવા પર્યટકોનો ધસારો
સોલંકીકાળ દરમિયાન બનાવાયું હતું મંદિર, પ્રાચીન નક્શીકામનું ઉત્તમ ઉદાહરણ છે સૂર્યમંદિર, સૂર્યમંદિર નિહાળી પ્રવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો.
Oct 26, 2025 03:30 pm
કચ્છમાં અકસ્માતમાં યુવકનું મોત
ભચાઉ ગાંધીધામ હાઇવે પર અકસ્માત, ઉભેલા ટ્રેલર પાછળ કાર ધડાકાભેર અથડાઈ, અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે મોત.
Oct 26, 2025 03:20 pm
દાહોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ
ગરબાડા, લીમખેડા, સંજેલીમાં માવઠું, ધાનપુર, લીમડી, ફતેપુરામાં વરસાદ, કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી.
Oct 26, 2025 03:10 pm
બનાસકાંઠામાં આતંકવાદી ઘૂસ્યા હોવાની વાત અફવા
આતંકવાદી હોવાનો મેસેજ થયો હતો વાયરલ, પોલીસે તપાસ કરતા પાટણ જિલ્લાના હોવાનું ખુલ્યું, વનસ્પતિ સહિત ઝાડના મૂળિયાં ખોદવા આવ્યા હતા , પોલીસ સહિત BSF જવાનો દ્વારા ચેકિંગ કરાયું હતું.
Oct 26, 2025 03:02 pm
ઉનામાં મધદરિયે બોટે જળસમાધિ લીધી
‘સુરજ સલામતિ’નામની બોટ મધદરિયે ડૂબી, સમુદ્રમાં ભારે પવન અને કરંટથી દરિયો તોફાની, ભારે મોજાની થપાટથી બોટ, પલ્ટીને ડુબી, 8 ખલાસીને સલામત રીતે બચાવી લેવાયા.
Oct 26, 2025 02:52 pm
વ્યારા સુગરમાં શેરડી પિલાણનો શુભારંભ કરાયો
3 લાખ ટનથી વધુનાં શેરડી પિલાણનો લક્ષ્યાંક, મોટી સંખ્યામાં શેરડી ભરેલા વાહનોની કતાર, સભાસદો, આગેવાનો સહિત રહ્યા હાજર.
Oct 26, 2025 02:51 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
06 - Cricket News : એક જ મેચમાં બે હેટ્રિક, એક જ દિવસમાં 25 વિકેટ પડી, સર્વિસિસ 8 વિકેટથી જીતી ગઈ
07 - TV Show: બિઝનેસમેન સાથે કર્યા છે સ્મૃતિ ઇરાનીએ લગ્ન, જાણો કેટલી છે નેટવર્થ?
09 - PM મોદીની 127મી વખત મનકી બાત, દેશવાસીઓને છઠ મહાપર્વની શુભેચ્છા
Oct 26, 2025 02:36 pm
મગફળીનો પાક કાઢીને તેના પાથરા ખેતરોમાં સૂકવવા માટે મૂક્યા હતા
આ એવા ખેતરો છે જ્યાં થોડા દિવસો પહેલાં ખુશીનો માહોલ હતો. મગફળી અને સોયાબીન જેવા મહત્વના પાક તૈયાર થઈ ચૂક્યા હતા. પરંતુ, હવે આ ખેતરોમાં માત્ર નિરાશા અને પાણી માં પલળેલો પાક જ દેખાય છે. આ વિસ્તારમાં સૌથી વધુ વાવેતર મગફળી અને સોયાબીનનું હોય છે. ખેડૂતોએ મગફળીનો પાક કાઢીને તેના પાથરા ખેતરોમાં સૂકવવા માટે મૂક્યા હતા. અચાનક આવેલો આ વરસાદ આ પાથરાઓ પર આફત બનીને વરસ્યો છે. ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પલળી ગયેલી મગફળી હવે સડી જશે અને સંપૂર્ણપણે નાશ પામશે. માત્ર મગફળી જ નહીં, સોયાબીનનો જે ઊભો પાક લણણી માટે તૈયાર હતો, તેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
Oct 26, 2025 02:36 pm
ખેડૂતો પર કુદરતનો વધુ એક માર, ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસતા પાક સંપૂર્ણ પલળી ગયો
ખેડૂતો પર વધુ એકવાર કુદરતનો કોપ ઉતર્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં વરસાદે જે તબાહી મચાવી છે, તે જોઈને ખેડૂતોના હૈયાફાટ રુદન સંભળાઈ રહ્યા છે. ખેતરોમાં તૈયાર પડેલો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત માથે પડી છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે તો આફતરૂપ બન્યો જ છે, પણ સાથે સાથે પશુપાલકો માટે ઘાસચારાનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. ગીર સોમનાથ જિલ્લો, જ્યાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે આ સમય સૂકા વાતાવરણનો હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી ધોધમાર વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે.
Oct 26, 2025 02:20 pm
બનાસ ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી
બનાસ ડેરીમાં ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી, વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વરણી કરાઈ.
Oct 26, 2025 02:14 pm
જામ ખંભાળીયામાં કારની અડફેટે વૃદ્ધનું મોત
નેશનલ હાઇવે પર બાઇક ચાલકને ઉડાડ્યા, બેહ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો, બાઇક ચાલકને કારે ટક્કર મારતા વૃદ્ધનું મોત, અકસ્માતના CCTV સામે આવ્યા.
Oct 26, 2025 01:42 pm
માંડમાંડ ડાંગરનો પાક તૈયાર કર્યો અને સૂકાવા મૂકયો ત્યાં ફરી વરસાદ આવ્યો
આ વરસાદ નથી પણ ખેડૂતના આંખના આંસુ હોય એવો અનુભવ સામાન્ય માણસ કરી રહ્યો છે કેમકે રાત દિવસ એક કરી ખેડૂતોએ રોકડીયો પાક તરીકે ઓળખાતા ડાંગરનો પાક લીધો હતો. કેમ કે વર્ષમાં આ ડાંગરનો પાક ઉનાળુ અને ચોમાસુ ડાંગર તરીકે બે વાર લેવામાં આવે છે જેથી કરી ખેડૂતોના હાથમાં રોકડા રૂપિયા આવે અને ખેડૂતોની સ્થિતિ સારી થઈ જાય પણ અફસોસ આ વર્ષે પણ વરસાદના કારણે ખેડૂતના હાથનો કોળિયો છીનવાઈ ગયો છે જે ડાંગર બચ્યું એ ડાંગર ટ્રેક્ટર અને ટ્રકમાં લઈ ખેડૂતો સહકારી મંડળી ખાતે પહોંચી રહ્યા છે પરંતુ ત્યાં પણ બે કિલોમીટર લાંબી લાઈનો લાગી જતા જગતનો તાત લાચાર અને દયનિય બની ગયો છે કેમકે આ વર્ષે પણ કમોસમી વરસાદે ભારે નુકસાન કરી નાખ્યું છે.
Oct 26, 2025 01:42 pm
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો
ગયા વર્ષે પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જગતના તાતનો ડાંગરનો પાક પલળી જતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું જો કે આ વર્ષે ડાંગરનું સારું ઉત્પાદન થશે અને સારા એવા પૈસા મળશે એવી આશાએ ખેડૂતોએ ડાંગરનો પાક બનાવ્યો હતો આ વર્ષે પણ ડાંગરનું સારું ઉત્પાદન થયું છે પરંતુ વરસાદના કારણે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ ખેડૂતનો ઉભો ડાંગરનો પાક ખેતરમાં પલળી ગયો છે અને જે ખેડૂતોએ ડાંગરનો પાક ભેજ સુકવવા માટે તે હાઇવે પર નાખ્યો હતો એ ડાંગરનો પાક પણ મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે પલળી ગયો છે અચાનક આવેલા આ માવઠાએ ફરી એક વાર ખેડૂતોની ચિંતામાં વધારો કરી નાખ્યો છે.
Oct 26, 2025 01:41 pm
વરસાદના કારણે ડાંગરનો પાક પલળી ગયો
વરસાદમાં જગતનો તાત પોતાનો ડાંગરનો પાક બચાવવા રાતથી મરણીયો બન્યો છે મોટાભાગનું ડાંગર વરસાદના કારણે પલળી ગયું છે અને જે ડાંગર બચાવવામાં ખેડૂત સફળ થયો છે એ ડાંગર લઈને ખેડૂતો ઓલપાડની સહકારી મંડળીઓમાં ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે પરંતુ મંડળી બહાર બે કિલોમીટર લાંબી ટ્રેકટરોની લાઈનો લાગી છે અને સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોને તેમનો નંબર ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે પરંતુ આ વર્ષે પણ વરસાદે ખેડૂતોને રાતાપાણી રોવા મજબૂર કરી દીધા છે.
Oct 26, 2025 01:41 pm
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, ડાંગરના તૈયાર થયેલા પાકમાં પાણી ફરી વળ્યું
દક્ષિણ ગુજરાતમાં માવઠાના કહેરના કારણે ખેડૂતોની હાલત કફોડી કરી બની છે. હવામાન ખાતાની આગાહી પછી પણ ખેડૂતો ડાંગરનો પાક સુરક્ષિત મંડળી સુધી નહીં પોહચાડવાના કારણે ડાંગરનો પાક કમોસમી વરસાદના કારણે પલળી જતા ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા હતા. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાના કારણે ડાંગર પકવતા ખેડૂતો એ રાતાપાણી રોવાનો વારો આવ્યો છે, ગઈકાલ રાતથી જ આકાશમાં કાળા ડિંબાગ વાદળોના કારણે જગતનો તાત પોતાનો ડાંગરનો પાક જાહેર રસ્તા પર ભેજ સુકવવા માટે નાખ્યો હતો પરંતુ અચાનક મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો છે.
Oct 26, 2025 01:23 pm
જૂનાગઢમાં ખાદ્યતેલમાંથી મરેલો ઉંદર નીકળ્યો
કપાસિયા તેલ ખાતા 3 લોકોને ઝેરી અસર થઈ, કપાસિયા તેલના ડબ્બામાંથી નીકળ્યો મૃત ઉંદર, ઝિલમિલ કપાસિયા તેલ ડબ્બામાં મૃત ઉંદર, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા.
Oct 26, 2025 01:19 pm
ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
સ્વચ્છતા અભિયાન માત્ર એક કાર્યક્રમ પૂરતુ જ સિમિત ન રહે પરંતુ એક જન આંદોલન બને તે જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે:- મંત્રી નીમુબેન બાંભણીયા. ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિકમુક્ત અભિયાનને જન આંદોલન બનાવવા આગવી પહેલ શરૂ કરી છે. દર મહિનાના છેલ્લા રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા તેમણે સંકલ્પ કર્યો છે. સૌપ્રથમ કોળિયાકના દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને આજે ઘોઘા તાલુકાનાં કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Oct 26, 2025 01:01 pm
અમદાવાદ શહેરને વધુ એક હરિયાળું ગાર્ડન મળશે
પશ્ચિમ બાદ હવે પૂર્વ રિવરફ્રન્ટને AMCએ વિકસાવ્યું, એલિસબ્રિજ નીચે બનાવવામાં આવ્યું ગાર્ડન, વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું વાવેતર કરાયું, ચલણી સિક્કાઓની પ્રતિકૃતિઓ લગાવવામાં આવી, ટૂંક સમયમાં ગાર્ડન નાગરિકો માટે ખુલ્લુ મુકાશે.
Oct 26, 2025 12:53 pm
મોરબીમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો
મચ્છુ નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો, લીલાપર રોડ પર સ્મશાન પાછળથી મૃતદેહ મળ્યો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Oct 26, 2025 12:44 pm
વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીએ ચાર્જ સંભાળ્યો
મંત્રી પ્રવીણ માળીની ચેમ્બર બહાર બેનરો લગાવ્યા, શુભેચ્છકો પુસ્તક, નોટબુક આપે તેવી કરી અપીલ, પુસ્તકોનું દાન એ જ શ્રેષ્ઠ સન્માનના બેનર લગાવ્યા.
Oct 26, 2025 12:40 pm
કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, વલસાડ નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીરના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે જેમાં વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Oct 26, 2025 12:40 pm
18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 15મી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે અને શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે, 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે અને 14 જાન્યુઆરી બાદ પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે, બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. જેમાં નવસારી સુરત ભરૂચ વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Oct 26, 2025 12:37 pm
ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, અમદાવાદ, આણંદ, દાહોદ, પંચમહાલ ,મહિસાગર, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, સાણંદ, ખેડા, ગાંધીનગર, નડિયાદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Oct 26, 2025 12:37 pm
અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, આગામી 48 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું કહેવું છે કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
Oct 26, 2025 12:21 pm
ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડો. રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે બેઠક યોજાઈ
બેઠક પૂર્વે સચિવે એકતાનગર ખાતે આમંત્રિતતો માટે બનાવેલા વિવિધ ડોમ, કન્ટ્રોલ રૂમ, ક્રાફ્ટ એરિયાની મુલાકાત કરી જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ અને સંબંધિત વર્ક એજન્સી સાથે જરૂરી ચર્ચા કરી. એકતા નગર ખાતે આગામી તારીખ ૩૦ અને ૩૧ મી ઓક્ટોબર -૨૦૨૫ના રોજ સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રમોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. અને કાર્યક્રમ પૂર્ણ થયે તારીખ 1 થી 15 નવેમ્બર સુધી ભારત પર્વ અંગે પણ વિવિધ સમિતીઓ દ્વારા પૂર્વ તૈયારી પૂર જોશમાં કરવામાં આવી રહી છે. આ કામગીરીની સમીક્ષા અર્થે ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં શનિવારે વહીવટી સંકુલ-એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી.
Oct 26, 2025 12:06 pm
જામનગરમાં ટાબરિયા ગેંગ સક્રિય
દુકાનમાં ઘૂસીને ટાબરિયાઓએ કરી ચોરી, ખોડીયાર કોલોની વિસ્તારમાં ગેંગ સક્રિય, ચોરીના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ, ચોરીના બનાવથી વેપારીઓમાં ચિંતાનો માહોલ.
Oct 26, 2025 11:51 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
06 - Salman Khanના બલુચિસ્તાન નિવેદનથી પાકિસ્તાન બોખલાયું અને સલમાનને આતંકવાદી ઘોષિત કરી દીધો!
07 - PM મોદીની 127મી વખત મનકી બાત, દેશવાસીઓને છઠ મહાપર્વની શુભેચ્છા
10 - Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં નજીવો ફેરફાર, જાણો તમારા શહેરમાં કેટલો છે?
Oct 26, 2025 11:51 am
પોલીસ તંત્રમાં દરેક પ્રક્રિયાનો રેકોર્ડ રાખવામાં આવે છે
આ પહેલ શરૂ કરી ત્યારથી એટલે કે તા.14 મે, 2025 અત્યાર સુધી, I-PRAGATI એ નાગરિકોને લાખોની સંખ્યામાં SMS મારફતે અપડેટ્સ મોકલી છે, જેમાં FIR દાખલ થઈ ગયા અંગે SMS, પંચનામા SMS, નોટિસ અંગે, આરોપીના જામીન અંગે, આરોપી ધરપકડ અંગે, મુદ્દામાલ રિકવર અંગે અને ચાર્જશીટ થયા અંગે SMS મોકલી નાગરિકોને સમયસર તેમના કેસ અંગે અપડેટ આપવામાં આવ્યા છે. આ પહેલથી કાયદાકીય પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બની છે. આ પહેલથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કેસની પ્રગતિ વિશે પૂછપરછ કરતા નાગરિકોના પ્રશ્નોનો જવાબ આપવામાં લાગતા સમયનો બચાવ કરી શકે છે અને તેમનું ધ્યાન કેસની તપાસ પર કેન્દ્રિત કરી શકે છે. આ સિસ્ટમ થકી પોલીસ તંત્રમાં દરેક પ્રક્રિયાનો રેકોર્ડ રાખવામાં આવે છે, જે ઉચ્ચ અધિકારીઓને દેખરેખ રાખવામાં મદદ કરે છે.
Oct 26, 2025 11:51 am
આ સિસ્ટમ ફરિયાદીને ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ ફરિયાદ નોંધાવનારા નાગરિકોને તેમના કેસની પ્રગતિ વિશે ફરિયાદીના મોબાઈલ પર જ SMS મારફતે પારદર્શક અને સમયસર માહિતી પૂરી પાડવાનો છે. I-PRAGATI પહેલ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમ ફરિયાદીને ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે, જેનાથી નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી.
Oct 26, 2025 11:51 am
ગુજરાત પોલીસમાં ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ ઘરે બેઠા SMS મારફતે આપવામાં આવી રહ્યા છે
રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે હવે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડતા નથી. I-PRAGATI સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે, રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મે-૨૦૨૫માં I-PRAGATI (Intelligent Progress Reporting and Grievance Addressing through Technology Initiative) પહેલ શરૂ કરવામાં આવી હતી.
Oct 26, 2025 11:41 am
PM મોદીની 127મી વખત મન કી બાત
દેશમાં તહેવારોનો ઉલ્લાસ, બજારોમાં રોનક છે
છઠ પર્વની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા
છઠનું મહાપર્વ સમાજની એકતાનું પ્રતિબિંબ
ઓપરેશન સિંદૂરથી દરેક ભારતીયોના મનમાં ગૌરવ
નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પહેલી વાર દિવાળીની ઉજવણી
સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં વધારો જોવા મળ્યો
છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્બેજ કેફેની પહેલ
પ્લાસ્ટિકનો કચરો લઈ જવા પર ભરપેટ ભોજન મળે છે
અંબિકાપુર, બેંગલુરુ ઉત્તમ ઉદાહરણ છે
મેંગ્રોવ સુનામી જેવા સમયમાં ખૂબ મદદરૂપ
ધોલેરા તટ પર મેંગ્રોવ 3500 હેક્ટરમાં ફેલાયા
ધોલેરા સિવાય કચ્છમાં મેંગ્રોવ પર ભાર મૂકાયો
ધોલેરાના માછીમારોને ખૂબ ફાયદો થયો
Oct 26, 2025 11:27 am
વઢવાણના ગોમટા ગામે છાશ પીધા બાદ 60 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, આરોગ્ય વિભાગ દોડતુ થયું
સુરેન્દ્રનગરના વઢવાણના ગોમટા ગામે 60 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે જેના કારણે સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે, એક ધાર્મિક પ્રસંગમાં છાશ પીધા બાદ આ અસર જોવા મળી હતી. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગોમટા ગામમાં લોકોને મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ગામમાં અંદાજે 60થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતા દોડધામ મચી હતી, ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ પરિવારજનો સહિત પ્રસંગમાં આવેલ લોકોની તબિયત લથડી હોવાનું અનુમાન છે તો ભોગ બનનાર લોકોને લીંબડી તેમજ વઢવાણ સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, આ બનાવને પગલે આરોગ્ય તંત્રના અધિકારીઓ સહિતનાઓએ હોસ્પિટલ તેમજ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી.
Oct 26, 2025 11:13 am
ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. અમરેલી ધારી ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય સહાય મળે તેવી માંગણી ઉઠી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિને કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
Oct 26, 2025 11:13 am
અમરેલી જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ
અમરેલી પંથકમાં મોડી રાતથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, રાજુલા, જાફરાબાદમાં કમોસમી વરસાદ ખાબકયો છે, તો બીજી તરફ પીપાવાવ પોર્ટ, કોસ્ટલ બેલ્ટ વિસ્તાર. કડિયાળી, નાગેશ્રી, વઢેરા, બાબરકોટ, મીતીયાળા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ વરસી રહ્યો છે, અમરેલીના દરિયા કાંઠે કમોસમી વરસાદ વરસ્યો છે અને રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા વરસાદી પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે અને અસહ્ય ગરમી બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે.
Oct 26, 2025 11:13 am
નુકસાનીનું સર્વે કરી સહાય કરે ખેડૂતોને તેવી માગ ઉઠી
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના ખાંભા ગીર અને ગ્રામ્ય વિસ્તાર ગત મોડી રાતથી કમોસમી માવઠા સાથે વરસાદ ખાબકયો હતો અને વહેલી સવારથી આ વરસાદ ચાલુ રહેતા ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પડ્યો હતો અને અચાનક આ કમમોસમી વરસાદ આવતા મગફળીનો પાક પલળી ગયો હતો અને પશુઓ માટેનો ચારો પણ બચ્યો ન હતો ત્યારે ખેડૂતોને એક જ માગ છે કે, સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવામાં આવે.
Oct 26, 2025 11:12 am
અમરેલીના ખાંભામાં ખેડૂતોને માવઠાનો માર, તૈયાર થયેલો મગફળીનો પાક પલળ્યો
અમરેલીના ખાંભામાં ખેડૂતોને માવઠાનો માર પડયો છે, ખાંભા ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો છે જેના કારણે મગફળીનો પાક પલળી ગયો છે, વરસાદને લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અમરેલીમાં કમોસમી વરસાદ વરસાવને લઈ ખેડૂતોને મગફળીના પાકને મોટુ નુકસાન થયું છે સાથે સાથે પશુઓના ઘાસચારાને પણ નુકસાન થયું છે અને સરકાર પાસે ખેડૂતોએ સહાયની કરી માગ.
Oct 26, 2025 10:46 am
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર
રાજકોટથી દિલ્હી માટે 2 ફ્લાઈટ શરૂ, ઉદ્યોગકારો તેમજ પર્યટકોને થશે ફાયદો, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, દુબઈ વચ્ચે ફ્લાઈટ માટે પ્રયાસ ચાલુ :માંડવીયા.
Oct 26, 2025 10:32 am
ભારે પવનના કારણે ગિરનાર રોપ વે બંધ
રોપ વે બંધ રાખવાનો લેવાયો નિર્ણય, પ્રવાસીઓની સલામતી માટે રોપ વે બંધ, પવન ઓછો થતા રોપ વે ફરી ચાલુ કરાશે.
Oct 26, 2025 10:14 am
સુરત પોલીસે બે દિવસ અગાઉ પણ બાઈક ચોરીના ગુનામાં 2 આરોપીને ઝડપ્યા છે
સુરત શહેરમાંથી અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરનાર બે આરોપીને પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપી શહેરની ધાગાકટિંગ અને એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેમની પાસેથી 45000ની કિંમતના કુલ ત્રણ ચોરી કરેલાં મોટર સાઇકલ રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇ-FIR પરથી દાખલ થયેલા ચોકબજાર અને લસકાણા પોલીસ સ્ટેશનના કુલ બે ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. પોલીસે વેડ રોડ પર આવેલ હરીઓમ મીલ પાસેથી બે આરોપીને ચોરી કરેલી બજાજ V15 મોટર સાઇકલ સાથે પકડી પાડ્યા હતા.
Oct 26, 2025 10:14 am
સુરતના પાંડેસરા પોલીસે બાઈક ચોરીના ગુના ઉકેલ્યા
સુરતની પાંડેસરા પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસે ચોરીના બાઈક સાથે 3 આરોપીને ઝડપી પાડયા છે, આરોપી બાઈકની ચોરી કરીને તેના પાર્ટસ અલગ-અલગ ભંગારની દુકાનમાં વેચી નાખતા અને તેમાંથી જે રૂપિયા મળે તેમાંથી મોજશોખ કરતા હોવાની વાત સામે આવી છે, તો પોલીસે આ ઘટનામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં જે ગુના નોંધાયા હતા બાઈક ચોરીના તેને લઈ પણ જાણ કરી છે, તો જે ભંગારની દુકાનમાં પાર્ટસ વેચતા હતા તે વેપારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.
Oct 26, 2025 09:39 am
પીએસઆઈ પરણિત હતા અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ
આ સમગ્ર કેસમાં પીએસઆઈની સામે પોકસો હેઠળ ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે, સાથે સાથે યુવતીના મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યા છે અને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. પીએસઆઈએ યુવતીની મરજી વિરુદ્ધ જુદા જુદા સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, આ પીએસઆઈ બેન્ઝામિન પરમારની પોરબંદર જિલ્લામાં બદલી થઈ હતી અને તે જિલ્લામાં એલઆઈબી શાખામાં તેમને નોકરી આપવામાં આવી હતી.
Oct 26, 2025 09:39 am
દુષ્કર્મ આચરનાર પીએસઆઈની કરાઈ ધરપકડ
ભાવનગરના તત્કાલીન અને હાલ પોરબંદર ખાતે ફરજ બજાવતા PSI પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, શહેરના નિલમબાગ પોલીસ મથકમાં યુવતીએ નોંધાવી પોલીસ ફરીયાદ અને પોરબંદરના PSIએ ભાવનગરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે, તો યુવતીની સગાઈ થઈ જતા PSIએ ભાવિ સાસરીયા પક્ષને યુવતી સાથેના ન્યૂડ વીડિયો મોકલી બદનામ કરી છે અને PSI બેન્ઝામિન પરમાર સામે યુવતીએ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવી ફરીયાદ.
Oct 26, 2025 09:39 am
PSIએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા નોંધાઈ પોલીસ ફરિયાદ
ભાવનગરમાં ફરજ બજાવી ચૂકેલા તત્કાલિન પીએસઆઈ અને હાલમાં પોરબંદરમાં ફરજ બજાવતા પીએસઆઈ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં પીએસઆઈએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ અને યુવતીની સગાઈ થતા સાસરીયાને વીડિયો મોકલ્યા છે અને યુવતીના ન્યૂડ વીડિયો મોકલી બદનામ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પોલીસે આરોપી PSI બેન્ઝામિન પરમારની ધરપકડ કરી છે.
Oct 26, 2025 09:22 am
જુનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં મારામારી
વિસાવદરની મહિલાએ આપઘાત કરતા બબાલ, સિવિલમાં સાસરિયા-પિયર પક્ષ વચ્ચે માથાકૂટ, પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો.
Oct 26, 2025 09:10 am
રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદે વેચાણ
SOGએ ઓપરેશન પાર પાડીને 2 આરોપીઓને ઝડપ્યા, ઝડપાયેલા 2 આરોપીઓને પોલીસે વનવિભાગને સોંપ્યા, બીજલ ઉર્ફે વિજય સહિત 2 આરોપીઓની ધરપકડ, દુર્લભ ગણાતા પેંગોલિનને પણ વન વિભાગને સોંપ્યું, ગીરના ઘાંટવડ ગામની વાડીમાં પેંગોલિનને રાખ્યું હતું.
Oct 26, 2025 09:03 am
રાધનપુર પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું
સોશિયલ મીડિયામાં ફેમસ થવા ભાન ભૂલ્યા હતા, 5 લુખ્ખાઓએ શ્રમિકને માર મારીને રીલ બનાવી હતી, પોલીસે 3 આરોપીઓને સાથે રાખીને કર્યું રિન્સ્ટ્રક્શન, પોલીસે લુખ્ખા તત્વો પાસે જાહેરમાં માફી મંગાવી, અન્ય 2 આરોપીઓને પકડવા માટે પોલીસ તજવીજ.
Oct 26, 2025 08:49 am
વડોદરાના ડેસરમાં વાવાઝોડા સાથે વરસાદ
વડોદરાના ડેસરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, ડેસરના ઉદલપુરમાં ધોધમાર વરસાદ પડયો હતો અને ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન થયા હતા, અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી હતી.
Oct 26, 2025 08:49 am
શિનોર પંથકમાં પણ માવઠાનો માર
વડોદરાના ગ્રામ્ય પંથક શિનોરમાં પણ વરસાદ વરસી રહ્યો છે, અવાખલ,અચીસરા,સેગવા, સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે, ગઈકાલ સવારથી વાદળછાયા વાતાવરણમાં આજે વહેલી સવારથી ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે, અવાખલના રસ્તાઓ ઉપર ચોમાસા જેવા વરસાદી પાણી વહેતા થયા છે અને તાલુકામાં શિયાળા ઋતુમાં માવઠા રૂપી વરસાદ વરસતા ખેડૂતો પોતાના કપાસ,તુવેર સહિતના પાકોને લઈ ચિંતિત થયા છે.
Oct 26, 2025 08:49 am
વાઘોડિયા સહીત ગ્રામ્ય વિસ્તરમાં વાતાવરણમાં પલટો
વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ છે અને કારતક માસમાં ચોમાસા જેવો માહોલ છવાયો છે, વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે અને ઠંડા પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત અને ડાંગર કપાસના પાકને વરસાદ વરસતા થઈ શકે છે નુકસાન.
Oct 26, 2025 08:49 am
વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, સ્થાનિકોને ગરમીથી રાહત તો ખેડૂતના તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ
વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વડોદરાના અલગ અલગ વિસ્તારમાં માવઠું પડયું છે, કેટલાક વિસ્તારમાં ધીમીધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાડી, અકોટા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે, લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે જ વરસાદનું આગમન થયું છે, વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે વરસાદનું આગમન થયું છે અને હળવા અને ભારે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં હિલ સ્ટેશન જેવા માહોલ સર્જાયો છે, કમોસમી વરસાદી માવઠાને પગલે દિવાળીનો પર્વ ઉજવી પોતાના વતનથી પરત જનાર નાગરિકો અટવાયા છે.
Oct 26, 2025 08:39 am
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ
કમોસમી વરસાદને લઈ ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતિત, મગફળી, સોયાબીનના પાકને વ્યાપક નુકસાન.
Oct 26, 2025 08:16 am
'વંદે ભારત' અને ઇન્ડિગો એર કનેક્ટિવિટી મળી શકે છે
ભાવનગરથી ધોલેરા સર એ રેલવે લાઇન છે એનો પણ સર્વે શરૂ કરી દીધો છે. ભાવનગરથી અયોધ્યા એ પણ આપણને રેલવે મળી છે, રેલવે મંત્રી ભાવનગર આવીને આ રેલવેની પરમિશન આપેલી છે. આવનાર દિવસોની અંદર ભાવનગરથી સુરત જે આપણે વંદે ભારત જે બધા જ લોકોની પણ એક માંગ છે ત્યારે એ વંદે ભારત તરફ આપણે આગળ વધીશું અને વહેલામાં વહેલા શરૂ થાય એવા મારા પ્રયત્ન રહેશે. સાથે આવનાર દિવસોની અંદર ઇન્ડિગો એ આપણને એર કનેક્ટિવિટી મળે એના માટે પણ સતત મારો પ્રયાસ રહેશે. સ્નેહમિલનમાં કૃષિ મંત્રી જીતુ ભાઈ વાઘાણી,શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, પૂર્વ પ્રમુખો, કાર્યકરો, આગેવાનો, ઉધોગપતિઓ, વેપારીઓ તથા ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
Oct 26, 2025 08:16 am
ગુજરાતનું રોલ મોડેલ કહી શકાય એવું ATM આજે કાર્યરત
વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરની અંદર ગુજરાતનું રોલ મોડેલ કહી શકાય એવું ATM આજે કાર્યરત છે. રાત્રીના 12 વાગ્ય પણ કોઈપણને લાઈનમાં ઉભું રહેવું ન પડે એ રીતે રાશન લઈ રહ્યા છે, અને મારા વિભાગની વાત કરીએ તો અનેક ટેકનોલોજી સાથે મારા વિભાગની અંદર એપ અને પોર્ટલો શરૂ કર્યા છે, આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર પણ સમગ્ર મતક્ષેત્ર જે સાંસદના છે એની અંદર એટીએમ, ગ્રેન એટીએમ બધાને મળે એવો પણ મારો પ્રયત્ન છે.
Oct 26, 2025 08:15 am
વોકલ ફોર લોકલ, સ્વદેશી વસ્તુનો વધારે ઉપયોગ કરવા આહવાન
કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાએ સૌપ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં વંદન કરી ભાવનગર અને બોટાદ જિલ્લાના રહેવાસીઓને નવા વર્ષ નિમિત્તે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન છે કે, વોકલ ફોર લોકલ, સ્વદેશી વસ્તુનો વધારે ઉપયોગ કરીએ. ત્યારે આપના માધ્યમથી અમે વડાપ્રધાનના આહ્વાનને વધારે વેગ મળે એવા પણ અમારા સૌના પ્રયત્ન છે. તેમજ ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લામાં સર્વાંગી વિકાસ થાય એ પ્રકારનું આયોજન અને એ પ્રકારે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.
Oct 26, 2025 08:15 am
ભાવનગરને ટૂંક સમયમાં મળી શકે છે 'વંદે ભારત' અને ઇન્ડિગો એર કનેક્ટિવિટી : કેન્દ્રીય રાજયમંત્રી નીમુબેન
સાંસદનો સંકલ્પ ગુજરાતના તમામ મતક્ષેત્રોમાં ગ્રેન ATM શરૂ કરવામાં આવશે, ભાવનગરને ટૂંક સમયમાં મળી શકે છે 'વંદે ભારત' અને ઇન્ડિગો એર કનેક્ટિવિટી; કેન્દ્રીય રાજયમંત્રી અને સાંસદ નીમુબેન. વિક્રમ સવંત 2082નું શરૂ થતા નવા વર્ષનું સ્વાગત કરવા કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ આજરોજ જનસંપર્ક કાર્યાલય શિવા બ્લેસિંગ વાઘાવાડી રોડ ખાતે રાખવામાં આવ્યો હતો, આ પ્રસંગે આગેવાનો, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય રાજયમંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરને ટૂંક સમયમાં 'વંદે ભારત' અને ઇન્ડિગો એર કનેક્ટિવિટી મળી શકે છે. તથા સાંસદે સંકલ્પ લીધો કે ગુજરાતના તમામ મતક્ષેત્રોમાં ગ્રેન ATM શરૂ કરવામાં આવશે.
Oct 26, 2025 07:57 am
ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાયો
કમોસમી વરસાદની આ સિસ્ટમ ખેડૂતો માટે બેવડી આફત લઈને આવી છે. એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે. આવા સમયે વરસાદ થવાથી તૈયાર પાક ભીંજાઈ જાય છે, જેની ગુણવત્તા બગડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગીર સોમનાથના ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી છે, જેથી આ કમોસમી માવઠાના કારણે થયેલા નુકસાનમાંથી તેઓ બહાર આવી શકે.
Oct 26, 2025 07:57 am
સોમનાથમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં જ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમનાથ મંદિર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, જેના લીધે આસપાસના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી હતી. યાત્રાધામમાં આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને અચાનક વરસેલા વરસાદના કારણે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.
Oct 26, 2025 07:56 am
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ, સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકયો
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો હતો અને સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે, સુત્રાપાડા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ પડયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકયો હતો અને વેરાવળ, ઉના, તાલાલા, ગીર ગઢડામાં માવઠું પડતા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વેરાવળમાં અઢી ઇંચ, ઉનામાં 1 ઇંચ, જ્યારે તાલાલા અને ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે તેવો આક્ષેપ ખેડૂતનો છે.
Oct 26, 2025 07:48 am
ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલ્યું
ટેબલ પોઇન્ટ, ઇકો પોઇન્ટ ઉપર વાદળો જોવા મળ્યા, સહેલાણીઓએ મીની કાશ્મીરનો કર્યો અનુભવ, ગઈકાલથી સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો.
Oct 26, 2025 07:36 am
માછીમારોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર રચાયેલ આ ડિપ્રેશન ૧૨ કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે ગોવાથી આશરે ૪૫૦ કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મુંબઈથી ૪૩૦ કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનશે, પરંતુ ભારતીય દરિયાકાંઠા પર આ સમયે તેની કોઈ મોટી અસર થશે નહીં. જોકે, દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે.
Oct 26, 2025 07:35 am
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી
IMD એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય ચક્રવાતી તોફાનની પ્રવૃત્તિ જોઈ છે, જેના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે, IMD ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બનવાની ધારણા છે, જે વધુ તીવ્ર બનશે અને 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે.
Oct 26, 2025 07:35 am
ગુજરાતમાં 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ
સૌથી વધુ નવસારીમાં 6.18 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.66 ઈંચ વરસાદ, સુત્રાપાડામાં 3.54, ખેરગામમાં 2.87 ઈંચ વરસાદ, જલાલપોરમાં 2.72, કપરાડામાં 2.36 ઈંચ વરસાદ, પાટણવેરાવળમાં 2.32, ડાંગ-આહવામાં 2.2 ઈંચ, વલસાડમાં 2.2 ઈંચ, ચીખલીમાં 1.97 ઈંચ વરસાદ, કામરેજમાં 1.97 ઈંચ, સુરત સિટીમાં 1.93 ઈંચ વરસાદ, પારડીમાં 1.89 ઈંચ, પલસાણામાં 1.61 ઈંચ વરસાદ, સુરતના મહુવામાં 1.57 ઈંચ, ડોલવણમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે.
Oct 26, 2025 07:35 am
આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ખેડા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Oct 26, 2025 07:35 am
ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ યલો એલર્ટ અપાયું
રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, અરબી સમુદ્રમાં ‘ડીપ ડિપ્રેશન' સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોધાયો છે, તો આગામી સમયમાં પણ હજી વરસાદ ખાબકી શકે છે અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે.
Oct 26, 2025 07:18 am
અમરેલીના દરિયા કાંઠે કમોસમી વરસાદ
રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદ, તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વરસાદી પાણી રોડ રસ્તા પર ફરી વળ્યાં, અસહ્ય ગરમી બાદ વરસાદથી ઠંડક પ્રસરી.
Oct 26, 2025 07:17 am
જામ ખંભાળીયા નજીક અકસ્માતમાં યુવતીનું મોત
એક્ટિવા સ્લીપ થતા યુવતીનો અકસ્માત, ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત, સલાયા રોડ પર બની અકસ્માતની ઘટના.
Oct 26, 2025 07:17 am
અમરેલીના ખાંભા અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
દીવાના સરાકડીયા, ડાઢીયાળી, શહીદમાં વરસાદ, કમોસમી વરસાદથી મગફળી પાકને નુકસાનની ભીતિ.
Oct 26, 2025 07:17 am
ભાવનગરમાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો
નજીવી બાબતે મિત્રએ હત્યા કર્યાનું પોલીસ અનુમાન, ભાલ પંથકના માઢીયા નજીકથી મળી આવ્યો મૃતદેહ, યુવક ગુમ થયાની નિલમબાગમાં નોંધાઈ હતી અરજી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો, પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.
Oct 26, 2025 07:16 am
વડોદરાના શિનોરમાં વહેલી સવારે વરસાદ
અવાખલ, અચીસરા ગામે કમોસમી વરસાદ, સેગવા અને આસપાસના ગામમાં માવઠું, રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા.

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ