જૂન 2025 સુધી પાકિસ્તાનનુ કુલ સાર્વજનિક દેવુ 286.832 અરબ અમેરિકી ડોલર એટલે કે આશરે 80.6 ટ્રિલિયન રૂપિયા થઇ ગયુ છે. જે પાછલાં વર્ષની તુલનામાં 13 ટકા વધારે છે. ઘરેલુ દેવુ 54.5 ટ્રિલિયન રૂપિયા અને વિદેશી દેવુ 26 ટ્રિલિયન રૂપિયા પહોંચી ગયો છે.
પાકનુ કુલ જાહેર દેવું 80.6 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચ્યુ
પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નાણાકીય વર્ષ 2025 માટે વાર્ષિક દેવાની સમીક્ષામાં જણાવાયું છે કે જૂન 2025 ના અંત સુધીમાં પાકિસ્તાનનું કુલ જાહેર દેવું 80.6 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગયું છે.જેમાં ઘરેલુ દંવુ 54.5 ટ્રિલિયન રૂપિયા અને વિદેશી દેવુ 26.0 ટ્રિલિયન રૂપિયા સામેલ છે.
70 ટકા સુધી પહોંચ્યુ Debt-to-GDP ગુણોત્તર
રિપોર્ટ પ્રમાણે, Debt-to-GDP ગુણોત્તર જૂન 2025માં વધીને આશરે 70 ટકા થઇ ગયો છે. જ્યારે જૂન 2024માં આ 68 ટકા હતો. નાણાકીય મંત્રાલયે કહ્યુ કે, આ વધારો મુખ્યરૂપથી 2025માં અપેક્ષા કરતા ઓછાં નામમાત્ર GDP વૃદ્ધિને કારણે થયુ. મુદ્રાસ્ફીતિમાં ઘટાડાથી આર્થિક વિસ્તારની રફ્તાર ધીમી રહી, જેનાથી રાજકોષીય સુધારા છતા Debt-to-GDP ગુણોત્તરમાં વધારો થયો છે.
કેમ વધી ગઇ આટલી લોન?
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઘરેલું દેવામાં વર્ષે વર્ષે 15 ટકા વધારો થતો રહે છે અને આ 54.5 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગયો, જે પાછલાં ત્રણ નાણાકીય વર્ષોમાં સૌથી ઓછી વાર્ષિક વૃદ્ધિ છે. તો બીજી તરફ વિદેશી દેવામાં 6 ટકાની વૃદ્ધિ થઇ અને આ જૂન 2025 સુધી 91.8 અરબ અમેરિકી ડોલર થઇ ગઇ. આનુ મુખ્ય કારણ IMFથી મળનારી રકમ, એશિયન ડેવલોપમેન્ટ બેન્કની ગેરંટી વાળી 1 અરબ ડોલરની કોમર્શિયલ લોન અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓથી મળતું ફંડ છે.
કોની પાસે કેટલું ઉધાર ?
જૂન 2025 સુધી પાકિસ્તાનના બહારી દેવામાં 84 ટકા હિસ્સો કેન્દ્ર સરકારની પાસે, જ્યારે 16 ટકા હિસ્સો પ્રાંત અને અન્ય ઉપ- રાષ્ટ્રીય સંસ્થાઓ પાસે છે. પંજાબ સૌથી વધારે ઉધાર લેનારો પ્રાંત છે, જેનું દેવુ 6.18 અરબ ડોલર છે. સિંધનુ દેવુ 4.67 અરબ ડોલર અને તેમાં વર્ષ ભરમાં સૌથી વધુ વૃદ્ધિ દાખલ કરવામાં આવી. ખૈબર પખ્તુનખ્વાનુ દેવુ 2.77 અરબ ડોલર છે, જ્યારે બલુચિસ્તાન ર 371 મિલિયન ડોલરની લોન છે.