પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.


પશ્ચિમ વિસ્તારમાં કોલેજની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનને ચોકી માટે જગ્યા નથી મળતી

અમદાવાદ શહેર વિસ્તારની રીતે મોટુ છે અને શહેરમાં પોલીસ સ્ટેશન છે તેમ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની ચોકી પણ હોય છે જેમાં પીએસઆઈથી લઈ અન્ય સ્ટાફ બેસતો હોય છે, શહેરમાં કોલેજની નજીક આવેલું એક એવું પોલીસ સ્ટેશન કે જેના પીઆઈ કોર્પોરેશનને ઘણી વખત લેટર લખી ચૂકયા છે કે, અમને ચોકી માટે જગ્યા ફાળવો પરંતુ આ પીઆઈને કોઈ ચોકી ફાળવતું નથી અને કોર્પોરેશનની જગ્યામાં ચોકી છે, શહેરના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપે અને પોલીસ સ્ટેશનને નવી ચોકી માટે જગ્યા મળે તે જરૂરી બન્યું છે, એક પીઆઈ કક્ષાના અધિકારીની વેદના માન્ય છે અને ચોકી માટે જગ્યા ફળવાય તે જરૂરી છે.

અમદાવાદની એલિસબ્રિજ પોલીસ લાઈન જંગલ બની !

અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં પોલીસ લાઈન આવેલી છે, અને પોલીસ લાઈનમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીના લોકો વસવાટ કરતા હોય છે, એલિસબ્રિજ લાઈન સૌથી પહેલા બની હતી અને તે હવે ખંડેર થઈ ગઈ છે અને તેમાં પોલીસ વસવાટ પણ કરી રહી છે, સૂત્રોની વાત માનીએ તો તેમનું કહેવું છે કે, બાળકોને બહાર રમવા માટે મોકલીએ છીએ તો જીવજંતુ કરડી જાય છે અને બાળકોને હેરાન થવાનો વારો આવે છે, ત્યારે નવી પોલીસ લાઈનો તો બની રહી છે પરંતુ હાલમાં એલિસબ્રિજ પોલીસ લાઈન જાણે જંગલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા નાના કર્મચારીઓની વેદના ઉચ્ચ અધિકારીઓ સાંભળે તે જરૂરી બન્યું છે.

PIએ પોલીસ લાઈન માટે જગ્યા માગી તો કોર્પોરેશને કીધું કે ત્યાં તો દબાણો છે

અમદાવાદ શહેરમાં આધુનિક અને ખૂબજ સારી પોલીસ લાઈન બની રહી છે, પશ્ચિમ વિસ્તારના એક ઝોનમાં એક જ પોલીસ લાઈન છે અને તે પણ ખંડેર બની ગઈ છે, ત્યારે સ્વભાવે દયાળું અને પોલીસની ચિંતા કરનાર એક પીઆઈએ કોર્પોરેશને જાણ કરી કે તમારી જગ્યા છે તો અમને પોલીસ લાઈન બનાવી આપો ત્યારે કોર્પોરેશનમાંથી જવાબ મળ્યો કે ત્યાં ઝૂંપડા છે અને દબાણો થયેલા છે, તો પીઆઈએ કીધું અમને કહો તો બંદોબસ્ત સાથે ઝૂંપડા ખાલી ખરાવીએ અને જગ્યા પણ ખુલ્લી કરાવીએ તો પણ કોર્પોરેશન માન્યું નહી, ત્યારે પીઆઈને પણ થયું કે આ બાબતે કહેવું તો કોને કહેવું, અમે તો લોકોની રક્ષા માટે છીએ પણ અમારી વાત કોના કાને સંભળાશે !

દરિયાપુર PI રાજુ દેસાઈને મળ્યા લોકોના ખોબે ખોબે આશીર્વાદ

પોલીસનું નામ સાંભળતા સૌ કોઈને બીક લાગે, પરંતુ એવું નથી હોતું, પોલીસ જેવી મદદ કરે છે એવી મદદ કોઈ નથી કરી શકતું, કેમકે પોલીસના માથે સેવા, સુરક્ષા અને શાંતિનું ટેગ લાગેલું છે, ત્યારે દિવાળીના સમયમાં નિરાધર માણસોની મદદે દરિયાપુરના પીઆઈ દેસાઈ આવ્યા અને તેમણે વિસ્તારના નિરાધાર લોકોને પોલીસ સ્ટેશન બોલાવી કરિયાણું અને મીઠાઈ આપી છે, તો બીજી તરફ બાપુનગર પીઆઈએ પણ નિરાધાર લોકોને મદદ કરી છે અને આશીર્વાદ મેળવ્યા છે, ત્યારે પોલીસ માત્ર બીક નથી રાખતી પણ એવા લોકોનું પણ ધ્યાન રાખે છે કે જેનું દુનિયામાં કોઈ નથી, ત્યારે આ બન્ને પીઆઈને લોકોએ ભરપૂર આશીર્વાદ આપ્યા છે.

વહિવટદારોએ નિરાંતનો શ્વાસ લીધો પણ ઘણા PI કેમ નારાજ થયા !

સ્વભાવિક છે કે, દિવાળીનો મોટો તહેવાર છે અને નાના મોટા સૌ કોઈના કામ સચવાઈ જાય, ત્યારે દિવાળીએ શહેર પોલીસે ઘણી જગ્યાએથી બોનસ લીધું છે ત્યારે ઘણા પીઆઈઓ આ વખતે નારાજ થયા છે તેવી વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે, ઘણા પીઆઈનું કહેવું છે કે, વિસ્તાર તો સારો છે પણ આ વખતે જોઈએ તેવી દિવાળી થઈ નથી, તો ઘણા વહિવટદારોએ પીઆઈને કેબિનમાં એવું પણ કીધુ કે, સાહેબ અમે ફર્યા અને જેટલું ચર્યા એટલું લઈને આવ્યા છીએ. તો દિવાળીના બોનસની કામગીરી પૂર્ણ થતા ઘણા વહિવટદારો ફોન બંધ કરીને ગામડે જતા રહ્યાં છે કે, પીઆઈ કોઈ નવી વર્ધી ના આપે.


  • Follow us on: