પોલીસ પંચાતમાં સંદેશ ડિજિટલના માધ્યમથી દર રવિવારે મુકવામાં આવતી વિગતો વચ્ચે આ વખતે પણ અમારી પાસે ઉપલબ્ધ વિગતો વાચકો માટે મુકી રહ્યા છે. સંદેશ ડિજિટલનો પ્રયાસ હંમેશા પ્રમાણિક રહ્યો છે અને જે લાગ્યુ તે લખ્યું. ચોથી જાગીર તરીકે ટિકા જેમના ભાથામાં એક શસ્ત્ર તરીકે મુકવામાં આવી છે તેનો ઉપયોગ ત્યારે જ કર્યો છે કે જ્યારે ખરેખર એ ટિકા કર્યા બાદ તેમા સુધારો આવવાનો હોય. આજની પોલીસ પંચાતમાં વાંચો વિશેષ વિગતો..


નામ ગીતામંદિર અને રાજ રમઝાનીનું ?

ટાઈટલ વાંચીને જ થતુ હશે કે આ કેવું ? પણ અમે પણ એ જ લખીએ છે કે આ કેવું ? ગીતામંદિર આસપાસ આજકાલ રમઝાની કે જે પોતે છે કપડાનો વેપારી પણ વહિવટનો ફાંકો પોલીસનો રાખે છે તેની બુમો પડી રહી છે. કોઈ પણ અધિકારી પોતાના માનીતાને કઈ આપવા જાય તો આ બિરાદરને વચ્ચે લંગર નાખતા વાર નથી લાગતી. નવા આવનારાએ રહેલા આનો સંપર્ક ના કર્યો હોય તો કાચુ કપાઈ જવાની પુરી શક્યતાઓ છે. હવે આ રમઝાનીની ‘ઈદી’ અધિકારીઓ માટે ક્યારેક શ્વાસ રૂંધી નાખનારી પણ બને છે ત્યારે ખાનગી થઈને ખાખીને મેનેજ કરવાના જેના પર આક્ષેપો થઈ રહ્યા છે તેનો ઈલાજ કરશે કોણ?

PIથી લઈ DCP સુધીના અધિકારી એક બિલ્ડીંગમાં બેસે, સ્ટાફને પણ કમ્પાઉન્ડમાં પાર્કિગ કરવાની મોટી સમસ્યા

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલું એક પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશન રોડ પર આવેલું છે અને એસજી હાઈવેથી નજીક આવેલું છે, ત્યારે આ પોલીસ સ્ટેશનની જગ્યા એ રીતની છે કે, જયાં ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ, એસીપી, ડીસીપીની ઓફિસ એક જ કમ્પાઉન્ડમાં આવેલી છે, ત્યારે આ કમ્પાઉન્ડમાં જગ્યા નાની પડતી હોય તેવી વાત પણ સૂત્રો તરફથી સામે આવી છે, ત્યારે પોલીસ સ્ટેશનના કર્મચારીઓને વાહન પાર્ક કયા કરવા તે પણ એક સમસ્યા ઉભી થઈ છે ત્યારે અરજદારોને પણ વાહન કયા પાર્ક કરવા તેને લઈ સવાલ છે, કેમકે પોલીસ સ્ટેશનની અંદર તો સરકારી વાહનો અને ડિટેઈન કરેલા વાહનો પણ છે, ત્યારે આ પોલીસ સ્ટેશનને નવી જગ્યા ફાળવાય તેવી વાત પોલીસબેડામાં ચાલી રહી છે. પોલીસ સ્ટેશન પણ રોડ પર એવી જગ્યાએ છે કે જયાં ચાર રસ્તા પર સિગ્નલ છે જેથી રોડ પર પણ વાહનો પાર્ક થાય તેવી સ્થિતિ નથી.

દાણીલીમડા પોલીસ લાઈનમાં ગટરની લાઈનની મોટી સમસ્યા !

પોલીસ કર્મચારી તેમજ પોલીસ અધિકારીને રહેવા માટે પોલીસ લાઈન બનાવવામાં આવી છે, અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ લાઈન આવેલી છે અને આ પોલીસ લાઈન માત્ર પોલીસ જ વસવાટ કરી શકે છે, દાણીલીમડામાં આવેલી પોલીસ લાઈનમાં એક નવી સમસ્યા ઉભી થઈ છે અને તે સમસ્યા ગટરની છે, તો સૂત્રોના જણાવ્યા અનુસાર વાત કરીએ તો ગેસની પાઈપલાઈન નાખી તે સમયથી ગટર બેક મારવાની સમસ્યા ઉભી થઈ છે, તો જે ઘર ભોય તળીએ આવેલા છે તે ઘરના લોકોને આ સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે, આવી ફરિયાદ કરવી તો કોને કરવી તે પણ એક સમસ્યા છે ત્યારે આ પોલીસ લાઈનમાં કઈ પણ સમસ્યા હોય તો તેની જવાબદારી જે તે ઝોનના ડીસીપીની આવતી હોય છે અને પોલીસ કર્મીઓ તેને લઈ રજૂઆત પણ કરી શકે છે, ત્યારે ગેસ લાઈન નાખવાથી આ સમસ્યા ઉભી થઈ છે તેવી માહિતી સામે આવી છે.

નવરાત્રિમાં પોલીસની કામગીરીના ડીજીપીએ કર્યા વખાણ

નવરાત્રિના નવ દિવસ સુધી ઘર પરિવારને મુકીને જનતાની સેવા અને સુરક્ષા માટે દિવસ રાત એક કરી નાખનારી શહેર પોલીસ માટે દશેરાના દિવસે પોલીસના ગરબાનું આયોજન કરવામા આવ્યું હતું. આ ગરબામાં ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર જી.એસ.મલિક, ACS હોમ એમ.કે,દાસ સહિત ટોચના અધિકારીઓ હાજર પણ રહ્યા અને ગરબે પણ ઘુમ્યા. આ પ્રસંગે વિકાસ સહાયે પોલીસ ફોર્સના ભરપુર વખાણ કરીને પોતે પણ તાળી પાડીને તેમને વધાવ્યા. આ એક દિવસમાં તેમણે પોલીસ ટીમનું મોરલ સાચ્ચે અપ કરી નાખ્યું. વેલડન શહેર અને ગુજરાત પોલીસ.

અમદાવાદ શહેરના સંવેદનશીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SAF ફોર્સની શરૂઆત થઈ

અમદાવાદ શહેર વિસ્તારની રીતે ખૂબ મોટો છે અને આ શહેરમાં સંવેદનશીલ પોલીસ સ્ટેશનો પણ આવેલા છે અને તહેવારોના સમયે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગની કામગીરી તેમજ ફૂટ પેટ્રોલિંગ પીઆઈથી લઈ પોલીસકર્મીઓ કરતા હોય છે, ત્યારે શહેરમાં લાંબા સમયથી એક (Special Action Force) સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની સાથે પેટ્રોલિંગ કરી છે, ત્યારે અલગ ફોર્સની શરૂઆત થતા પોલીસને પણ રાહત મળશે અને પેટ્રોલિંગમાં મદદરૂપ થશે આ ફોર્સ.


  • Follow us on: