પંચમહાલના હાલોલમાં સ્ક્રેપના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. હાલોલ MG મોટરના સ્ક્રેપના ગોડાઉનમા આગ ફાટી નિકળતા અફરા તફરી મચી ગઇ હતી. હાલ આગ બુઝાવાની કામગિરી ચાલી રહી છે.
બપોરે અચાનક વિકરાળ આગ ફાટી નિકળી
હાલોલમાં એમ જી મોટરના સ્ક્રેપ ગોડાઉનમાં બપોરે અચાનક વિકરાળ આગ ફાટી નિકળી છે. આગ બેકાબુ બનતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું છે અને આગ બુઝાવવા માટેના પ્રયાસો શરુ કર્યા છે.













