દિવાળીના તહેવારો હવે શરુ થઇ રહ્યા છે ત્યારે તમામ રેલવે સ્ટેશનો મુસાફરોથી ઉભરાઇ રહ્યા છે. શહેરોમાં રહેતા લોકો પોતાના વતનમાં જવા માટે રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યા છે ત્યારે દિવાળી અને છઠ પર્વ દરમિયાન અધિકૃત મુસાફરોની સુવિધા જળવાઇ રહે તે માટે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તત્કાળ અસરથી સ્થગિત કરી દેવાયું છે.


 વતનમાં જવા માટે હજારો લોકો રેલવે સ્ટેશનો પર ઉમટી રહ્યા છે

ડીઆરએમ ઓફિસ અમદાવાદ તરફથી મળેલી માહિતી મુજબ દિવાળી અને છઠ પર્વ દરમિયાન વતનમાં જવા માટે હજારો લોકો રેલવે સ્ટેશનો પર ઉમટી રહ્યા છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો પણ શરુ કરાઇ છે. પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે અવરજવર જોવા મલી રહી છે.

https://www.instagram.com/reel/DP3hNavCRwu/?utm_source=ig_web_copy_link 



અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર ભીડ

મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ અને મુસાફરોની સુવિધા જળવાઇ રહે તે માટે પ્લેટફોર્મ ટિકીટનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ

16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તમામ માધ્યમોથી બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે જેથી મુસાફરોને લેવા મુકવા જતા લોકોએ આ માહિતી મેળવ્યા બાદ જ પ્લેટફોર્મ પર જવું

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અને નાગરિકોને વિનંતી

આ નિર્ણય મુસાફરોની સુરક્ષા સુવિધા સુચારુ કરવા આ નિર્ણય કરાયો છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અને નાગરિકોને વિનંતી કરાઇ છે કે આ સમયગાળામાં બિનજરુરી ભીડથી બચો અને સ્ટેશન પર જે લોકો યાત્રા કરવા જવાના છે જે લોકો ઉપસ્થિત રહે

  • Follow us on: