દિવાળીના તહેવારો હવે નજીક છે ત્યારે બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોમાં અનિચ્છનિય ઘટનાઓ ટાળવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય પોલીસ પણ એલર્ટ મોડમાં છે. આજે રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા તથા પોલીસ કમિશનરો સહિત પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
પોલીસ એલર્ટ
દિવાળીના તહેવારોમાં પોલીસ અલર્ટ રહે અને સતત સર્વેલન્સ રહે તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વાતચીત કરી હતી અને તેમના સૂચન તથા કેટલાક મહત્વના નિર્દેશ આપ્યા હતા.













