રાજ્ય મંત્રીમંડળમાં મહત્વના ફેરફાર થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાયો છે અને તે ગાંધીનગરમાં હાજર રહી શકે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાત્રે ગુજરાત પરત ફરશે
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે રાજ્યપાલનો પ્રવાસ ટૂંકાવાયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાત્રે ગુજરાત પરત ફરશે જેથી ગમે ત્યારે મંત્રીમંડળમાં ફેરફાર થઇ જાય તેવી ચર્ચાઓ શરુ થઇ ગઇ છે













