પૌરાણિક કથા અનુસાર આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ધન્વંતરિ અમૃત કલશ લઇને પ્રગટ થયા હતા. તેથી આ દિવસને ધનત્ર્યોદશી પણ કહેવામાં આવે છે.
ધનતેરસનો સંબંધ સમુદ્ર અને સારા સ્વાસ્થ્ય સાથે
ભાગવાન ધન્વંતરિને ચિકિત્સા અને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. વિષ્ણુના અંશાવતાર પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, તેઓએ જ ચિકિત્સા વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે અવતાર લીધો છે. ધનતેરસથી જ દિવાળીના પાંચ દિવસના તહેવાર શરુ થાય છે. આ દિવસે લોકો નવા વાસણો, સોના, ચાંદી અને અન્ય શુભ વસ્તુઓ ખરીદે છે. જેના કારણે ઘરમાં ખુશાલી અને સમૃદ્ધી આવે છે.
Also Read
Happy Diwali 2025 : દિવાળીમાં મેન્ટર પ્રોજેક્ટ દ્વારા સક્રિય ગુનેગારો ઉપર પોલીસની બાજ નજર, ગુનેગારો પર નિયંત્રણ મેળવવા પોલીસનું વલણ
Happy Diwali 2025: દિવાળી પર માટીનો દીવો ન પ્રગટાવવાથી દેવી લક્ષ્મી થાય છે નારાજ? જાણો મહત્વ
Happy Diwali 2025: દિવાળીને લઇને આ વખતે પણ અવઢવ, બે દિવસ દિવાળી અને પછી બેસતું વર્ષ બેસી જશે
ધન્વંતરિ સાથે કુબેર દેવતાની પણ પૂજા
ધનતેરસ વિશેષરુપથી ઉત્તરી અને પશ્ચિમી ભારતમાં મોટા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ માત્ર સોનું ખરીદવું કે લક્ષ્મી પૂજા કરવા સુધી જ સમિતી નથી. પરંતુ કેટલાય વેપારી સમુદાયો માટે નવા આર્થિક વર્ષના શરૂઆતના દિવસો છે. કેટલાય લોકો આ દિવસે નવા ઉદ્યોગ પણ શરુ કરે છે. અથવા મોટી ખરીદી કરે છે. ધનતેરસનો તહેવાર ધન્વંતરિના પ્રકટ થવાના માટે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ધન-સંપત્તિના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.










