દિવાળીના તહેવારોમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજ્ય પોલીસ સતર્ક બની છે અને તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં તથા મહાનગરોમાં પોલીસ દ્વારા મેન્ટર પ્રોજેક્ટ હેઠળ તમામ ગુનેગારોની ઓળખ કરીને તેમને બોલાવીને તેમની સાથે ચર્ચા કરીને તેમની ઓળખ પરેડ કરાવાય છે.


આણંદની એલસીબી કચેરી ખાતે 118 જેટલા સક્રિય ગુનેગારો બોલાવાયા

મેન્ટર પ્રોજેક્ટના ભાગરુપે આણંદની એલસીબી કચેરી ખાતે 118 જેટલા સક્રિય ગુનેગારોની યાદી તૈયાર કરીને તેમને બોલાવાયા હતા અને પોલીસ મેન્ટરો અને એલસીબી પોલીસે તમામ ગુનેગારોની ઓળખ પરેડ કરી હતી.

ગુનેગારો પર સર્વેલન્સ વોચ રાખવા માટે ઓળખ પરેડ કરાઈ

દિવાળી સહિતના તહેવારો સમયે ગુનેગારો પર સર્વેલન્સ વોચ રાખવા માટે ઓળખ પરેડ કરાઈ હતી અને ગુનેગારોને સુધારાત્મક પ્રવુતિઓ કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુનેગારોની ઓળખ કરીને તેમની પર નિયંત્રણ કરવાનો પોલીસનો આશય

ઉલ્લેખનિય છે કે ગત ડિસેમ્બરથી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મેન્ટર પ્રોજેક્ટ શરુ કર્યો છે જેમાં રીઢા ગુનેગારો પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવી શકાયું છે. મેન્ટર પ્રોજેક્ટમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઇલ ચોરી, અછોડાતોડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલા ગુનેગારો એક જ મોડસ ઓપરેન્ડીથી ફરીથી ગુના આચરતા હોય છે. આ ગુનેગારોની ઓળખ કરીને તેમની પર નિયંત્રણ કરવાનો પોલીસનો આશય છે.

આરોપી ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનનો એક કર્મચારી સતત બાજ નજર રાખે

મેન્ટર પ્રોજેક્ટમાં જે લીસ્ડેડ ગુનેગારો હોય અને તે જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આ ગુનેગારો પર નજર રાખવાની જવાબદારી છે. એક આરોપી ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનનો એક કર્મચારી સતત બાજ નજર રાખે છે. મેન્ટર તરીકે કામ કરતો પોલીસ કર્મચારી આવા ગુનેગાર પર દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત સર્વેલન્સ રાખે છે જેંમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીતે ગુનેગાર ક્યાં છે તેનું લોકેશન મેળવવું તથા તેનું સંપુર્ણ ડોઝિયર તૈયાર કરવું અને આરોગી ગુનાખોરી છોડીને સકારાત્મક કામો કરે તેવા પ્રયાસ કરે છે.


  • Follow us on: