આજે નૂતન વર્ષના પ્રારંભે ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે નૂતન વર્ષે હજારો લોકોએ કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા
રાજા રણછોડરાયજીના મંદિરે આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ
બેસતા વર્ષે દેવ મંદિરમાં જઇને ભગવાનના આશિર્વાદ લેવાની પરંપરા છે અને ડાકોરમાં રાજા રણછોડરાયજીના મંદિરે આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યભરમાંથી લોકો દર્શન માટે ઉમટ્યા છે અને કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.













