બીજી બાજુ પોતાના વતન અને પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કાજે સીમા પર પહેરો ભરી રહેલા જવાનોએ પરિવાર જેવો માહોલનો અનુભવ્યો હતો, કચ્છના સાંસદ વિનોદ ચાવડા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળી ઉજવણી કરે છે, આ વર્ષ પણ સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીના તહેવાર ઉજવણી જવાનો સાથે કરી હતી અને પોતાના ઘર અને પરિવારથી દૂર રહિને સીમાનું રખોપુ કરતા બીએસએફના જવાનોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દેશની સંવેદનશીલ ગણાતી સીમા પૈકી કચ્છની ક્રિક અને રણ સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સની તમામ બીઓપી પર કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ મોકલવાની સાથે જવાનોને નવાવર્ષની શુભેચ્છા પાઠવી હતી.
BSFના જવાનો અને બાલાસર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી. તેમણે રાપર નજીક કુડા અને બેલા બોર્ડર આઉટપોસ્ટ (BOP)ની મુલાકાત લીધી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની 56મી બટાલિયનના કુડા BOP અને 21મી બટાલિયનના બેલા BOPના જવાનોને મીઠાઈ આપી શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે કુડા BOPના ઇન્સ્પેક્ટર પવન નેગી અને બેલા BOPના ઇન્સ્પેક્ટર માનસારામ પાલ સહિત BSFના જવાનો અને બાલાસર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.













